ETV Bharat / state

વલસાડમાં કોરોનાના શંકાસ્પદ 29 પૈકી 28 કેસ નેગેટિવ

વલસાડ આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરાયો હતો. જે પૈકી 29 કેસ શંકાસ્પદ જણાયા હતા. આ 29 કેસોના સેમ્પલ મેળવી તપાસ કરતાં 28 કેસે નેગેટિવ નીકળ્યા હતાં. જેથી તંત્રએ હાશકરો અનુભવ્યો હતો.

વલસાડમાં કોરોનાના શંકાસ્પદ 29 પૈકી 28 કેસ નેગેટિવ
વલસાડમાં કોરોનાના શંકાસ્પદ 29 પૈકી 28 કેસ નેગેટિવ
author img

By

Published : Mar 28, 2020, 5:45 PM IST

વલસાડ : નોવેલ કોરોના વાઈરસ વૈશ્વિક મહામારીને નિયંત્રણમાં લેવા વલસાડમાં કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારના માર્ગદર્શન હેઠળ 1112 આરોગ્યની ટીમ દ્વારા સર્વે કામગીરી શરૂ કરાઇ છે. વલસાડ જિલ્લામાં કોરોનાના લક્ષણ ધરાવતા 29 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા. જે પૈકી 28 જેટલા કેસોનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

વૈશ્વિક મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે દરેક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની મહામારીને રોકવા વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ ડોર ટૂ ડોર સર્વે કામગીરીમાં જિલ્લાની 18,90,000 વસ્તી પૈકી 14,73,815 વ્યક્તિઓનું સર્વે કરાયુ હતું.

આ સર્વે દરમિયાન શંકાસ્પદ ગણાતા 29 લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. વલસાડ જિલ્લામાં હાલ કોરોનાને લગતા 29 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા હતાં. જે પૈકી 28 જેટલા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ વિદેશથી આવેલા કુલ 440 જેટલા વ્યક્તિઓને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

આ તકે બીજી તરફ વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં રહેતા અને સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા અંદાજિત 2900 જેટલા ખલાસીઓ આવી પહોંચતા આ તમામની મેડિકલ તપાસ કરવામાં આવી છે, પરંતુ તેમાં કોઈનામાં પણ કોરોનાના લક્ષણો જણાયા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.