લોકોને સરકારી યોજનાઓની માહિતી મળી તેવા હેતુંથી નીરજ પટેલે પોતાના લગ્નમાં મંડપમાં ગ્રામજનોને સિકલસેલ, એચ.આઈ.વી, ડાયાબિટીસ, માં અમૃતમ કાર્ડ, માં વાસ્તલ્ય, મમતા સખી યોજના, મમતા દિવસ નસ્તર વગરની નસબંધી સહિતના વિવિધ સરકારી આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી બેનરો લગાવ્યા હતા.
આ ઉપરાંત લગ્નમાં ડાયાબિટીસ અને પ્રેશરની ચકાસણી પણ કરવામાં આવી હતી. વરરાજા એવા ડૉ. નિરવે જણાવ્યું હતું કે, રાજ્યમાં એકેય બાળક કુપોષિત ન રહે તે માટે હાલમાં સમગ્ર રાજ્યની આંગણવાડીમાં પોષણ અભિયાનના અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યાં છે.
સરકારના કુપોષણમુક્ત ગુજરાત અભિયાનમાં ફાળો આપવા ઉપરાંત લોકોને સરકારની વિવધ યોજનાઓ તથા રોગો અંગે માર્ગદર્શન મળે તે હેતુથી પોતાના લગ્ન નિમિત્તે આ અનોખું કાર્ય કર્યું હતું. એક તબીબ દ્વારા લોકોમાં આરોગ્ય સેવા પ્રત્યે અને યોજના પ્રત્યે જાગૃતતા આવે માટે આવું ઉમદા કામ કર્યું છે.