ETV Bharat / state

ખરાબ વાતાવરણને કારણે વલસાડની પ્રખ્યાત હાફૂસ કેરીને નુકસાન

વલસાડઃ સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લો કેરીના પાક માટે જાણીતો છે. ખાસ કરીને વલસાડ જિલ્લાની હાફૂસ કેરી સ્વાદ રસિયાઓના મોઢામાં પાણી લાવી દે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી વાતાવરણની થઈ રહેલી અસરોને કારણે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે. વલસાડ જિલ્લામાં એક અંદાજ મુજબ 3 હજાર હેકટરમાં કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. તેની પાછળના મુખ્ય પરિબળો વિશે Etv Bharatએ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

vld
author img

By

Published : May 3, 2019, 9:54 PM IST

વલસાડ જિલ્લાની વાત કરીએ તો, વલસાડ જિલ્લામાં 36 હજાર હેક્ટરમાં આંબાવાડી ફેલાયેલી છે અને આ આંબાવાડીઓમાંથી હાફૂસ, કેસર, લંગડો જેવી અનેક પ્રકારની કેરીઓનું ઉત્પાદન થાય છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી વાતાવરણમાં આવેલા પલટાને લઈને આંબા ઉપર આવતી મંજરીની સિઝનમાં જ ફ્લાવર કાળા પડીને ખરી જતા હોય છે. જેની પાછળનું કારણ વાતાવરણમાં આવેલો પલટો છે.

હાફૂસ કેરીને નુકસાન

વલસાડની ખ્યાતનામ ગણાતી હાફૂસ કેરીનું ઝાડ એટલી હદે સંવેદનશીલ છે કે, તેના ફ્લાવરિંગની સિઝનમાં જો વાદળછાયું વાતાવરણ રહે તો પણ તેની અસર ફ્લાવરિંગ ઉપર પડે છે સાથે-સાથે નજીકમાં આવેલા કેટલાક ઉદ્યોગોની અસર પણ ફ્લાવરિંગની સિઝનમાં થતી હોય છે. કેટલાક વિસ્તારમાં આ અસરને કારણે પણ કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ કેરીના પાકને બચાવવા માટે કેટલાક ખેડૂતો ફ્લાવરિંગની શરૂઆત થઈ હોય ત્યાં જ રાસાયણિક દવાઓનો છંટકાવ શરૂ કરી દે છે. જેના કારણે વધુ પડતી દવાઓના છંટકાવથી પણ આંબે બેસેલી મંજરીઓ કાળી થઈને ખરી જતી હોય છે અને કેરીના પાકને નુકસાન થાય છે.

વલસાડ જિલ્લાના બાગાયત અધિકારી એન. વી. પટેલે જણાવ્યું કે, ગત વર્ષ કરતા આ વર્ષે કેરીનો પાક 60થી 65 ટકા જેટલો ઉતારશે, પરંતુ ઋતુચક્રના આધારે જોઈએ તો હાલ કેરીનો પાક થોડો પાછળ ફેલાયો છે. વળી વાતાવરણની અસર પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. વળી ખેડૂતોનો સૌથી મોટો દુશ્મન કહીએ તો તે મધીયો છે, જેના કારણે પાક 10 ટકા ઓછો ઉતરે છે. વલસાડના કેટલાક પેચમાં કેટલાક વિસ્તારમાં આ વખતે મધીયાનો અટેક જોવા મળ્યો હતો. તો ભેજ અને અચાનક વધેલા તાપમાન પણ અસર કરી છે.

નોંધનીય છે કે, સરકાર દ્વારા પાક વીમા યોજનામાં વલસાડ જિલ્લાની હાફૂસ કેરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે ખેડૂતોને નુકસાનનું વળતર પણ મળી શકે તેમ નથી. તો સાથે-સાથે કેટલાક એવા ખેડૂતો પણ છે. જેમણે કેરીના પાકને બચાવવા માટે ગાંઠના પૈસા ખર્ચી દવાઓનો છંટકાવ કર્યો હતો, પરંતુ ઉત્પાદન નહિવત રહેતા તેમણે ખર્ચેલા પૈસા પણ તેમને માથે પડી શકે તેમ છે, ત્યારે ખેડૂતોની સ્થિતિ હાલ કપરી બની રહી છે. જેની પાછળનું મુખ્ય કારણ વાતાવરણની અને ગ્લોબલ વોર્મિંગની અસર હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

Intro:સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લો કેરીના પાક માટે જાણીતો છે ખાસ કરીને વલસાડ જિલ્લાની હાફૂસ કેરી અનેક અસ્વાદ રસિયાઓ માટે મોઢામાં પાણી લાવી દે છે પરંતુ છેલ્લા બે વર્ષથી વાતાવરણની થઈ રહેલી અસરોને કારણે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે વલસાડ જિલ્લામાં એક અંદાજ મુજબ ત્રણ હજાર હેકટરમાં કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે તેની પાછળનો મુખ્ય પરિબળો etv ભારત એ જાણવાનો પ્રયાસ કર્યો હતો

Body:વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 36 હજાર હેકટરમાં આંબાવાડી ફેલાયેલી છે અને આ આંબાવાડીઓમાં થી હાફુસ કેસર લંગડો જેવી અનેક પ્રકારની કેરીઓ નું ઉત્પાદન થાય છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી વાતાવરણમાં આવેલા પલટા ને લઈને આંબા ઉપર આવતી મંજૂરીની સિઝનમાં જ ફ્લાવર કાળા પડી ને ખરી જતા હોય છે જેની પાછળનું કારણ વાતાવરણમાં આવેલો પલટો છે વલસાડની ખ્યાતનામ ગણાતી આફુસ કેરી નું ઝાડ એટલી હદે સંવેદનશીલ છે કે તેના ફ્લાવરિંગ ની સીઝનમાં જો વાદળછાયું વાતાવરણ રહે તો પણ તેની અસર ફ્લાવરિંગ ઉપર પડે છે સાથે સાથે નજીકમાં આવેલા કેટલાક ઉદ્યોગો ની અસર પણ હા ફ્લાવરિંગ ની સિઝનમાં થતી હોય કેટલાક વિસ્તારમાં આ અસરને કારણે પણ કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ કેરીના પાકને બચાવવા માટે કેટલાક ખેડૂતો ફ્લાવરિંગ ની શરૂઆત થઈ હોય ત્યાં જ રાસાયણીક દવાઓનો છંટકાવ શરૂ કરી દે છે જેના કારણે વધુ પડતી દવાઓના છંટકાવથી પણ આંબે બેસેલી મંજરીઓ કાળી થઈને ખરી જતી હોય છે અને કેરીના પાકને નુકસાન થાય છે વલસાડ જિલ્લાના બાગાયત અધિકારી એન.વી. પટેલ જણાવ્યું કે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીનો પાક 60 થી 65 ટકા જેટલો ઉતારશે પરંતુ ઋતુચક્ર ના આધારે જોઈએ તો હાલ કેરીનો પાક થોડો પાછળ ફેલાયો છે વળી વાતાવરણની અસર પણ મહત્વની ભૂમિકા ભજવી છે તેના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાની સહન કરવી પડી રહી છે વળી ખેડૂતો નો સૌથી મોટો દુશ્મન કહીયે તો એ મધીયો છે જેને લઈ પાકને 10 ટકા ઓછો ઉતરે છે વલસાડ ના કેટલાક પેચ માં કેટલાક વિસ્તારમાં આ વખતે મધીયા નો અટેક જોવા મળ્યો હતો વળી ભેજ અને અચાનક વધેલ તાપમાન પણ અસર કરી છે

Conclusion:નોંધનીય છે કે સરકાર દ્વારા પાક વીમા યોજનામાં વલસાડ જિલ્લાની હાફૂસ કેરી નો સમાવેશ કરવામાં આવ્યો નથી જેના કારણે ખેડૂતોને નુકસાનીનું વળતર પણ મળી શકે તેમ નથી તો સાથે સાથે કેટલાક એવા ખેડૂતો પણ છે જેમણે કેરીના પાકને બચાવવા માટે ગાંઠના પૈસા ખર્ચી દવાઓનો છંટકાવ કર્યો હતો પરંતુ ઉત્પાદન નહિવત રહેતા તેમણે ખર્ચેલા પૈસા પણ તેમને માથે પડી શકે એમ છે ત્યારે ખેડૂતોની સ્થિતિ હાલ કપરી બની રહી છે જેની પાછળનું મુખ્ય કારણ વાતાવરણની અને ગ્લોબલ વોર્મિંગની અસર હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.