ETV Bharat / state

વલસાડ પાલિકા ચીફ ઓફિસર કોરોના પોઝિટિવ આવતા પાલિકા કચેરી સેનિટાઈઝ કરાઈ

વલસાડ પાલિકાના ચીફ ઓફિસર જગત વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકાને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ વલસાડ ફાયર વિભાગના ફાયર ઇન્ચાર્જને કોરોના આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલ જગત વસાવાને કોરોના પોઝિટિવ આવતા પાલિકામાં હડકંપ મચી હતી.

corona
વલસાડ
author img

By

Published : Jul 30, 2020, 10:33 AM IST

પાલિકાના ચીફ ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

પાલિકા સી ઓ ચેમ્બર સહિત તમામ વિભાગોને સેનિટાઈઝ

વલસાડ જિલ્લામાં કોરોનાનો આંક 610 પર

વલસાડ : પાલિકાના ફાયર ઇન્ચાર્જને બે દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તેમના સંપર્કમાં આવતા પાલિકાના 5 કર્મીઓ અને ચીફ ઓફિસર જગત વસાવા પોતાના નિવાસસ્થાને નવસારી ખાતે હોમ કવોરોન્ટાઈન થઈ ગયા હતા.આજે તમનો કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા વલસાડ પાલિકામાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

વલસાડ પાલિકા સીઓ કોરોના પોઝિટિવ આવતા પાલિકા કચેરી સેનેટાઇઝ કરાઈ

પાલિકાના ચીફ ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ વલસાડ પાલિકાના તમામ સ્ટાફને બહાર કાઢી પાલિકા સી ઓ ચેમ્બર સહિત પાલિકાના તમામ વિભાગોને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં કોરોનાનો આંક 610 પર પહોચ્યો છે. હાલમાં 193 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 354 દર્દી સાજા થઈ જતા રજા આપી દેવાઈ છે. અત્યાર સુધીમાં 8194 સેમ્પલો લેવામાં આવ્યા છે, જેમાં 610 પોઝિટિવ જ્યારે 7584 નેગેટિવ આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.