- સી. આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
- કાર્યકર્તાઓને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન
- કપરાડામાં કરાયું વ્યવસ્થાલક્ષી માર્ગદર્શન બેઠકનું આયોજન
વલસાડ: કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ક્યા મુદ્દાઓને મતદારો સુધી લઈ જવા અને ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના વિકાસના કાર્યોની માહિતી જનતા સુધી કેવી રીતે પહોંચાડવી અને કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીને જીતાડવામાં કાર્યકર્તાઓ કેવી રીતે મદદરૂપ થઈ શકે, તેને લઈને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં વ્યવસ્થાલક્ષી માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યા બાદ યુવા મોરચાના કાર્યકરોને પણ પ્રચાર-પ્રસાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.