ધરમપુર અને વાંસદા નજીક કેટલાક ગામોમાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. જેમાં 03:00 વાગે ધરમપુરના બામટી ધરમપુર મુખ્ય બજાર તેમજ ધરમપુરની આસપાસના કેટલાક ગામોમાં ભૂકંપનો આંચકો આવતાં ઘરમાં મુકેલા વાસણો પડી ગયા હતા. તો અનેક લોકોએ ધરા ધ્રુજતા જોતા ઘરની બહાર દોડી આવ્યા હતા. કેટલાક લોકો ઓફિસની બહાર પણ ઊભા રહી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ખાસ કરીને મહિલાઓમાં વધુ ભયનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે. કે ગુજરાતના સિસ્મોલોજી કલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણઆ ભૂકંપના આંચકાને નોંધ લેવામાં આવી છે. બપોરે ત્રણ અને એક સેકન્ડ કપરાડા તાલુકાના મેઘવાડ ગામે જમીનમાં 5.9 કિલોમીટર ઊંડે તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું અને ભૂકંપની તીવ્રતા 7.8 રિક્ટર સ્કેલ નોંધાઇ હતી અને આશકાના અનુભૂતિ છેક ધરમપુરના કેટલાક ગામોમાં જોવા મળતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.