ETV Bharat / state

કુંવરજી બાવળિયા વડોદરાના હરિધામના સોખડા ખાતે પહોંચ્યા

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ હરિધામ સોખડા ખાતે યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સીટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના પાર્થીવ દેહના દર્શન કરીને શ્રંદ્ધાજલિ આપીને સ્વામીશ્રીના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી.

કુંવરજી બાવળિયા
કુંવરજી બાવળિયા
author img

By

Published : Jul 29, 2021, 12:31 PM IST

  • સોખડાના સંત હરિપ્રસાદ સ્વામીજીને દેશ-વિદેશમાંથી હૃદયાંજલિ
  • અંતિમ દર્શન માટે બહોળી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
  • કુંવરજી બાવળીયાએ સ્વામીજીના પાર્થિવ દેહના દર્શન કર્યા

વડોદરા : યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિચહના બુધવારે સવારથી "અનિર્દેશ"ના હોલમાં દર્શન શરૂ કરાયા હતા. પોતાના પ્રિય ગુરુજીના દર્શન કરવા હજારો ભક્તો અશ્રુભિની આંખે અને ભગ્નહૃદયે ઉમટી પડ્યા હતા.

કાચના વાતાનુકુલિત કક્ષમાં જ દિવ્ય વિગ્રહને દર્શનાર્થે રખાયો

બુધવારે સવારે 9 કલાકે હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગહની આરતી પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, નિર્મળ સ્વામી, કૃણચરણ સ્વામી, સંતવલ્લભ સ્વામી સહિત સંતો અને સહિષ્ણુ સેવકોએ કરી હતી. યોગી પ્રાર્થના મંદિરમાં યોજાતી સભામાં પૂજ્ય સ્વામીજી દર્શન-આશિષનો લાભ આપતા એ જ સ્થળ અને આસનને આવરી લેતા ખાસ બનાવેલા કાચના વાતાનુકુલિત કક્ષમાં જ દિવ્ય વિગ્રહને દર્શનાર્થે રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સોખડા હરિધામ મંદિર પરિસરમાં અક્ષરનિવાસી સંતશ્રીના નશ્વરદેહને દર્શનાર્થે મુકાયો

અંતિમ દર્શન કરી શકે તે માટે વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઇ

કોવિડ પ્રોટોકલને અનુસરીને દર્શન થઈ શકે તે માટે સમગ્ર સત્સંગ સમાજને જિલ્લા, શહેર, ગામ પ્રમાણે દિવસ અને સમય ફાળવી દેવામાં આવ્યો છે. ભક્તો શાંતિથી અંતિમ દર્શન કરી શકે તે માટે વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વયંસેવકો ભક્તોનું માર્ગદર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચો : સોખડા હરિધામના Hariprasad swami અક્ષરધામમાં બીરાજી ગયાં, ભાઇલાલ અમીન હોસ્પિટલમાં હતાં દાખલ

સત્સંગીઓ સ્વામીજીના દર્શનાર્થે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા

બુધવારે સવારે સંતરામ મંદિરના ગણેશદાસજી મહારાજ, સાંજે અમદાવાદ મંદિરના દિલીપદાસજી મહારાજ, તરસાલીના દેવનંદનદાસજી સહિત અનેક સમ્પ્રદાયના ગાદીપતિઓ, સંતો-મહંતો સોખડા પધાર્યા હતા. તદુપરાંત રાજ્યના પ્રધાન કુંવરજી બાવળિયા સહિતના ભાજપના અગ્રણીઓ, નામાંકિત ડો.કમલેશ પરીખ, ડો. મહેશભાઈ પટેલ, ડો.સંજીવ શાહ, ડો.યુમિલ પટેલ, ભાજપના ડો.વિજય શાહ સહિતની ટીમ તેમજ કોર્પોરેટરોએ સ્વામીજીના અંતિમ દર્શન કર્યા હતા. વરસતા વરસાદમાં સત્સંગીઓ સ્વામીજીના દર્શનાર્થે કલાકો સુધી લાંબી લચક લાઈનમાં શિસ્તબદ્ધ ઊભા રહ્યા હતા.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.