- સાવલીમાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું
- ડેપ્યૂટી મામલતદાર અને નોડલ ઓફિસરે મતદાન અંગેની સમજ આપી
- દિવ્યાંગ મતદારો માટે અલગ વ્યવસ્થા ઉભી કરાઇ
વડોદરાઃ આગામી સ્થાનિક સ્વરાજની જિલ્લાપંચાયત,તાલુકા પંચાયત અને સાવલી નગરપાલિકાની ચૂંટણીઓને લઈ વધું મતદાન થાય તેવા આશયથી સાવલી તાલુકાની કોલેજો-સ્કૂલોમાં મતદાન જાગૃતિ અભિયાન હાથધરવામાં આવ્યું હતું. સાવલીની એચ.પી.શેઠ કન્યા વિદ્યાલયમાં મતદાન જાગૃતી અભિયાન અંતર્ગત ડેપ્યૂટી મામલતદાર અને નોડલ ઓફિસર ડૉ.સુધીર જોશીએ લોકશાહીના પર્વ ચૂંટણીમાં મતદાનનું મહત્વની સમજ આપી હતી.
કોવિડ-19ને ધ્યાનમાં રાખી મતદાન કેન્દ્રો પર ખાસ વ્યવસ્થાનું આયોજન
મતદાન અંગે જાગૃતિ કેળવવા દરેક વિદ્યાર્થીનીઓને પોતાના વિસ્તારના લોકોને મતદાન અંગેની સમજ આપવા શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ સાવલીની આર્ટ્સ એન્ડ કોલેજ અને કે.જે.આઇટી માં પણ મતદાન જાગૃતી અભિયાન યોજવામાં આવ્યું હતું. નોડલ ઓફિસર ડૉ. સુધીર જોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાના કરજણમાં એક દિવ્યાંગ મતદાર જેને બે હાથ અને એક પગ નથી તો પણ તેણે લોશાહીમાં મતદાન કરવું ખુબજ જરૂરી છે. ચૂંટણી પંચે દિવ્યાંગ મતદારોની નોંધ લઈ દિવ્યાંગોના મતદાન માટે અલગ વ્યવસ્થા સાથેનું સુંદર આયોજન વડોદરા જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ કરાયું છે. મતદાન મથક પર કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખી વિશેષ તકેદારીના ભાગરૂપે સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્ટ, હેન્ડ ગ્લોવસની વ્યવસ્થા સાથે મતદાન સહાયતા કેન્દ્રનું પણ આયોજન કરાયું છે.