શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ કોર્પોરેશન દ્વારા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી સર્વે શરુ કરવામાં આવ્યો છે. એક સપ્તાહથી આ કામગીરી દરમિયાન 3,27,134 લોકોનો સર્વે કર્યો હતો. જેમાં 3439 દર્દીઓ જણાઇ આવ્યા હતા.
મળતી માહિતી મુજબ પૂર અને વરસાદ બાદ રોગચાળાનો માહોલ વચ્ચે ફરી વરસાદ શરુ થતા સીઝનલ બીમારીનું પ્રમાણ વધી જશે. ખાસ તો શરદી, ખાસી, તાવ, ઝાડા અને ઝાડા, ઉલ્ટીના કેસો વધી રહ્યા છે. બીજી બાજુ ડહોળા પાણીને કારણે પણ રોગચાળાની દહેશત વધી ગઇ છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ડહોળુ મળી રહ્યું છે. જેના પગલે ઘરે ઘરે રોગચાળો જોવા મળી રહ્યો છે.