- વડોદરામાં રેલવેના ખાનગીકરણનો વિરોધ
- વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા દ્વારા ચેતવણી દિવસ મનાવવામાં આવ્યો
- આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
વડોદરા: વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના કાર્યાલય ખાતે રેલવે કર્મચારીઓ દ્વારા સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચાર સાથે ધરણા-પ્રદર્શન કર્યું હતું. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે સરકારને ચીમકી આપતા સરકાર દ્વારા ખાનગીકરણની નીતિ પરત નહીં ખેંચે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વડોદરા રેલવેના ખાનગીકરણ કરવાના નિર્ણયના વિરુદ્ધમાં વેસ્ટર્ન રેલ્વે એપ્લોઇઝ યુનિયન દ્વારા ધરણાં કરી વિરોધ કરાયો હતો.
રેલવે કર્મચારીઓ દ્વારા વિવિધ મુદ્દાઓનો વિરોધ કરવામાં આવ્યો
વડોદરાના પ્રતાપનગર ખાતે રેલવેના ખાનગીકરણ કરવાના નિર્ણય વિરુદ્ધમાં વેસ્ટર્ન રેલ્વે એપ્લોઇઝ યુનિયનના વડોદરા ડિવિઝન દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. વેસ્ટર્ન રેલ્વે એપ્લોઈઝ યુનિયનના વડોદરા ડિવિઝનના સેક્રેટરી સંજય પવાર હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના ખાનગીકરણ કરવાના જે પ્રયાસો કરાઈ રહ્યા છે. તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ધરણાં કાર્યક્રમમાં રેલવે કર્મચારીઓ દ્વારા વિવિધ મુદ્દાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમની માગ નહીં સંતોષાય તો વધુ ઉગ્ર ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.