ETV Bharat / state

તાજપુરામાં IOCLની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોએ હોબાળો મચાવ્યો - news in tajpura

પાદરાના રાજપુરા ગામના ખેડૂતોએ ખેતરમાં આઈઓસીએલ દ્વારા પાઈપ લાઈન નાખવાની કામગીરી કરતાં હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતા ખેડૂતોએ વળતર આપવા માંગ કરી હતી.

તાજપુરામાં IOCLની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોએ હોબાળો મચાવ્યો

author img

By

Published : Jan 6, 2021, 8:00 PM IST

  • IOCL દ્વારા કરાતી પાઈપલાઈન નાખવાની કામગીરી સામે વિરોધ
  • પાદરાના તાજપુરા ગામના ખેડૂતોએ મચાવ્યો હોબાળો
  • અધિકારીઓને આડે હાથ લઈ કામગીરી અટકાવી

વડોદરા : પાદરાના રાજપુરા ગામના ખેડૂતોએ ખેતરમાં IOCL દ્વારા પાઈપલાઈન નાખવાની કામગીરી કરતાં હોબાળો મચાવ્યો હતો.ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતા ખેડૂતોએ વળતર આપવા માંગ કરી હતી.

તાજપુરામાં IOCLની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોએ હોબાળો મચાવ્યો
તાજપુરામાં IOCLની પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોએ હોબાળો મચાવ્યો

પંચકેસની કોપી આપ્યા વગર ખેડૂતોને જાણ કર્યા વિના કામગીરી કરી હોવાના આક્ષેપ

પાદરાના ગણપતપુરા ગામની સીમને અડીને આવેલા તાજપુરા ગામમાં ખેડૂતોના ખેતરમાં હાલ કોયલીથી દહેજ સુધી પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં તાજપુરાના ખેડૂતોએ ભારે હોબાળો મચાવીને કામગીરી અટકાવી હતી. ખેડૂતોના ખેતરમાં કંપનીએ જાણ કર્યા વિના અને ઉભા પાકને અને વૃક્ષોની ઉપર જેસીબી ફેરવીને નુકશાન કરતા ભારે હોબાળો મચ્યો હતો.

ઉભા પાકને અને વૃક્ષોની ઉપર જેસીબી ફેરવીને નુકશાન થતા વળતરની માંગ

IOCLના અધિકારીઓએ પંચકેસની કોપી આપ્યા વિના જ પોલીસ બંદોબસ્ત સાથે પાઈપલાઈન નાખવાની કામગીરી કરતાં ભારે હોબાળો મચાવ્યો હતો.ખેડૂતોએ પંચકેસ કરવાની માંગણી સાથે તેની કોપી આપવા માંગ કરી હતી.ખેડૂતોના આ પ્રશ્ન અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ તથા તાજપુરાના સરપંચ રોહિત પટેલને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.અને જ્યાં સુધી ખેડૂતો ને પંચકેસની કોપી ન મળે ત્યાં સુધી કામ અટકાવી દેવાની માંગ કરી હતી.બીજી તરફ ગાઈડલાઈન મુજબ જે પણ હશે તે આપવામાં આવશે અને પંચકેસની કોપી પણ આપવામાં આવશે અને પંચકેસની કામગીરી પણ સુચારુ રૂપથી ચાલુ હોવાનું કંસ્ટ્રક્શન મેનેજરે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.