ETV Bharat / state

વડોદરામાં પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત લાભર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા બેઠક યોજાઈ

વડોદરા જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત લાભર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

author img

By

Published : Feb 11, 2020, 4:06 AM IST

meeting-for-distribute-kisan-credit-card-to-beneficiaries-under-pm-kisan-yojana-in-vadodara
પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત લાભર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા બેઠક યોજાઈ

વડોદરાઃ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત લાભર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સોમવારે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે બેંકર્સ તથા તમામ ખાતાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના વડોદરા જિલ્લાના ખેડૂત લાભર્થીઓને સત્વરે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટેની ઝુંબેશમાં સહયોગ આપવા સૂચના આપવામાં આવી હતી. આ યોજના હેઠળ જિલ્લાના 1,59,086 ખેડૂત ખાતેદારોને KCC(કિસાન ક્રેડિટ કાર્ડ) તેમજ પશુપાલકો અને માછીમારોને પણ આ ઝુંબેશ હેઠળ નવા નિર્દેશો પ્રમાણે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત લાભર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત સરકારની સૂચના પ્રમાણે પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીના એક ખાતા હેઠળ પરિવારના એકથી વધુ લોકો હશે, તો એ તમામ ખાતેદાર અલાયદા કિસાન ક્રેડિટ કાર્ડ મળવા પાત્ર છે. હાલના ખાતેદારો ખેતી સાથે પશુપાલન અથવા માછીમારી કરતા હશે, તો આ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ઉમેરીને એમના કાર્ડની ધિરાણ મર્યાદા નવેસરથી નિર્ધારિત કરવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું હતું કે, કિસાન યોજના હેઠળ વડોદરા જિલ્લામાં હાલમાં 1,59,086 ખેડૂત ખાતેદારોને દર ચાર મહિને રૂપિયા 2000 પ્રમાણે વાર્ષિક રૂપિયા 6 હજારની સહાય આપવામાં આવી રહી છે. આ પૈકીના 71,511 ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે. આ ઝુંબેશ હેઠળ બાકીના 87,575 ખાતેદારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત નવી સૂચના પ્રમાણે માછીમારો અને પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ આવરી લેવાની કામગીરી તારીખ 23મી ફેબ્રુઆરી સુધી ચાલનારી ઝુંબેશ હેઠળ કરવામાં આવશે.

ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ લેવા માટે અરજી સાથે 8/12નો ઉતારો અને ફોટો રજૂ કરવાનો રહેશે. આ ઉતારો મેળવવા માટે ઓનલાઈન કરી શકાય છે. જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો કે, ખેડૂતો પી.એમ.કિસાનની વેબસાઈટ અને ખેડૂત પોર્ટલની વેબસાઈટ પરથી આ અરજી પત્રકો ડાઉનલોડ કરી, જરૂરી દસ્તાવેજો સાથે પોતાના વિસ્તારની બેંકની સર્વિસ બ્રાન્ચમાં રજૂ કરે.

Intro:વડોદરા....

વડોદરા જીલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત લાભર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે બેંકર્સ તથા અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી.

Body:વડોદરા જીલ્લામાં પ્રધાન મંત્રી કિસાન યોજના અંતર્ગત લાભર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે આજે,જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે બેંકર્સ તથા તમામ ખાતાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી.જેમાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના વડોદરા જીલ્લાના ખેડૂત લાભર્થીઓને સત્વરે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટેની ઝુંબેશમાં સહયોગ આપવા સૂચનાઓ આપી હતી.આ યોજના હેઠળ જીલ્લાના 1,59,086 ખેડૂત ખાતેદારોને કે.સી.સી.તેમજ પશુ પાલકો અને માછીમારોને પણ આ ઝુંબેશ હેઠળ નવા નિર્દેશો પ્રમાણે કિસાન ક્રેડિટ કાર્ડ કાઢી આપવામાં આવશે.Conclusion:આ અંગે માહિતી આપતા જીલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું..કે,પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીના એક ખાતા હેઠળ પરિવારના એક થી વધુ લોકો હશે તો એ તમામને અલાયદા કે.સી.સી ભારત સરકારની સૂચના પ્રમાણે મળવા પાત્ર છે.હાલના ખાતેદારો ખેતી સાથે પશુપાલન અથવા માછીમારી કરતાં હશે તો આ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ઉમેરીને એમના કાર્ડની ધિરાણ મર્યાદા નવેસરથી નિર્ધારિત કરવામાં આવશે.જયારે,જીલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ જણાવ્યું હતું..કે,કિસાન યોજના હેઠળ વડોદરા જીલ્લામાં હાલમાં 1,59,086 જેટલા ખેડૂત ખાતેદારોને દર ચાર મહિને રૂપિયા 2000 પ્રમાણે વાર્ષિક રૂપિયા 6 હજારની સહાય આપવામાં આવી રહી છે.આ પૈકીના 71,511ખેડૂતો પાસે કે.સી.સી.છે.એટલે આ ઝુંબેશ હેઠળ 87,575 ખાતેદારોને કે.સી.સી.આપવાના થાય છે.આ ઉપરાંત નવી સૂચના પ્રમાણે માછીમારો અને પશુપાલકોને પણ કે.સી.સી.હેઠળ આવરી લેવાની કામગીરી તા:23મી ફેબ્રુઆરી સુધી ચાલનારી ઝુંબેશ હેઠળ કરવામાં આવશે.ખેડૂતોએ આ લાભ લેવા માટે મુખ્યત્વે 8/અ નો ઉતારો અને ફોટો અરજીમાં રજૂ કરવાના છે.આ ઉતારો ઓનલાઈન ઉપલબ્ધ છે.ખેડૂતો પી.એમ.કિસાન ની વેબસાઈટ અને ખેડૂત પોર્ટલની વેબસાઈટ પરથી તેના અરજી પત્રકો મેળવી ભરીને જરૂરી દસ્તાવેજો સાથે પોતાના વિસ્તારની બેંકની સર્વિસ બ્રાન્ચમાં રજૂ કરે એવો અનુરોધ કર્યો હતો.

બાઈટ : શાલિની અગ્રવાલ
જીલ્લા કલેક્ટર,વડોદરા

બાઈટ : કિરણ ઝવેરી
જીલ્લા વિકાસ અધિકારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.