ETV Bharat / state

Vadodara News : વડોદરાથી ગોવા માટે ઈન્ડિગો ફ્લાઇટ સેવાનો થયો પ્રારંભ, મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી - વડોદરાથી ગોવા માટે ઈન્ડિગોની ફ્લાઇટ શરૂ

હાલમાં ઉનાળુ વેકેશન હોવાથી પ્રવાસીઓ પરિવાર સાથે વેકેશન માણવા નીકળી પડતા હોય છે. ગરમી હોવાથી દરિયા કિનારે ફરવા જવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે. જેમાં પ્રવાસી માટે ગોવા હોટ ફેવરિટ સ્થળ છે. ત્યારે હવે વડોદરાવાસીઓ માટે ખુશ ખબર છે. વડોદરાથી ગોવા જવા માટે યાત્રીઓેને હવે ફ્લાઇટ બદલવાની જરૂરત નહીં પડે. કારણકે, હવે વડોદરાથી ગોવાની સીધી ફ્લાઇટની આજથી શરૂ થઈ ગઈ છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 22, 2023, 2:56 PM IST

વડોદારા : વડોદરાથી ગોવા જવા માટે હવે યાત્રીઓએ બે ફ્લાઇટ બદલવાની જરૂર નહીં પડે. કેમકે હવે વડોદરાથી ગોવાની માટે ઈન્ડિગોની ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ માટે શરૂ કરી દેવામાં આવી છે. જેનો આજથી 22/05/2023 પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ કારણે વડોદરા પંથકના મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ઈન્ડિગોની ફ્લાઇટ સોમવાર, શુક્રવાર અને રવિવાર એમ અઠવાડિયામાં ત્રણ દિવસ વડોદરાથી ગોવા અને ગોવાથી વડોદરા માટે માટે ઉડાન ભરશે.

ગોવા અને વડોદારા વચ્ચે ફ્લાઇટ સેવાનો પ્રારંભ : આજે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, મેયર નિલેશ રાઠોડની ઉપસ્થિતિમાં ફ્લાઈટનો પ્રારંભ કરાયો હતો. ફ્લાઈટની શરૂઆતના પહેલા જ દિવસે ખૂબ મોટી સંખ્યામાં યાત્રીઓનો ઘસારો જોવા મળ્યો હતો. આજે નવી શરૂ કરવામાં આવેલ ફ્લાઇટમાં હનીમૂન મનાવવા ગોવા જઈ રહેલા એક કપલનું સાંસદ રંજનબેન ભટ્ટે કેક કાપી અભિવાદન પણ કર્યું હતું.

વડોદરાવાસીઓને કંઇકને કંઇક લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે. વડોદરા અને મધ્યગુજરાતના તમામ લોકોની ઇચ્છા હતી કે ગોવાની ફ્લાઇટ વડોદરાથી શરૂ થાય આ ઇચ્છા આજે પૂર્ણ થઇ છે અને વડોદરા અને મધ્યગુજરાતના તમામ લોકોને આ સુવિધા મળી છે. વડોદરા વાસીઓને હવે અમદાવાદ કે સુરત નહીં જવુ પડે સીધા વડોદરાથી ગોવા જઇ શકશે. હવે વડોદરાથી ડાયરેક્ટ ગોવા ફ્લાઇટ શરૂ થતા સમય અને રૂપિયા બન્નેની બચત થશે. - સાંસદ રંજનબેન ભટ્ટ

ઇન્ટરનેશનલ ફ્લાઇટની પણ સેવા શરુ કરાશે : સાંસદ રંજનબેનએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા ઇન્ટરનેશનલ લેવલનું એરપોર્ટ છે, તો તેને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ મળવી જોઇએ તેવી લોકોની માંગણી હતી અને ગૃહમંત્રીએ વડોદરા આવીને ઇમિગ્રશનનો લેટર આપ્યો હતો. સિક્યોરિટી માટે એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ કમિશનર વચ્ચે મિટીંગો થઈ ગઈ છે. એટલે બહુ જલ્દી આ સુવિધા લોકોને મળી જાય તેવા પ્રયાસો ચાલુ છે.

Indigo Flight: ફ્લાઈટમાં મહિલા ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તન કરવા બદલ નશામાં રહેલા મુસાફરની ધરપકડ

Swedish Passenger Arrested: ઈન્ડિગો કેબિન ક્રૂની છેડતી કરવા બદલ સ્વીડિશ નાગરિકની ધરપકડ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.