વડોદરાઃ શહેરના મોગલવાડા બકરી ચોકમાં કેટલાક શખ્શો મોડીરાત્રે કેરમ રમી મોટે મોટેથી અવાજ કરતા હતા. જેને પકડવા ગયેલી વાડી પોલીસ પર તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કરવા છતાં તોફાની તત્વોએ પથ્થરમારો શરૂ રાખ્યો હતો. જેમાં ASI લક્ષ્મણસિંહ પ્રતાપસિંહ અને લોકરક્ષક મિનેશ કલજીભાઈને પથ્થર વાગતાં કમર તથા પગમાં ઈજા પહોંચી હતી.
પથ્થરમારાની ઘટનાને કારણે વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત હાલતમાં મોગલવાડામાંથી PCR વેન લઈ પાણીગેટ દરવાજા પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારી-કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
આ ઘટનામાં પોલીસે જાવેદ નિસાર, અહેમદ અરબ, શબ્બીર અબ્દુલ રઝાક મેમણ, ઉઝેફા ઉસ્માનગની મેમણ, ઐયુબ ઉમરજી પટેલ, અબ્દુલ કાદર નુરમોહંમદ બાદશાહની ધરપકડ કરી હતી.