ઇવીએમ હટાવો અને દેશ બચાવોના અભિયાન હેઠળ ઉત્તરાખંડથી ઓનકારસિંહ ધીલોન 6 હજાર કિલોમીટરની યાત્રા કરી બુધવારના રોજ વડોદરા શહેરના છાણી જકાતનાકા ખાતે આવી પહોંચ્યા હતાં. 18 સપ્ટેમ્બરથી આ અભિયાન હેઠળ ઉતરાખંડથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. વડોદરા ખાતે પદયાત્રીનું કોંગ્રેસના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અભિયાન હેઠળ મુરાદાબાદ, ગાજીયાબાદ, જયપુર, અમદાવાદ થઈ આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતાં. જે આગામી દિવસોમાં ભરૂચ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, તેમજ આંધ્રપ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોમાં પદયાત્રા કરી ઇવીએમ હટાવો અને દેશ બચાવો હેઠળ અભિયાન કરી ઇવીએમ હટાવાની માગ સાથે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.