વડોદરા શહેરમાં આવેલા વાડી તેમજ પાણીગેટ વિસ્તારમાં વેપારીઓ આ રીતનું વેંચાણ કરતા હોવાની લેખીત ફરીયાદ આરોગ્ય વિભાગને મળી હતી. જેથી ફરીયાદના આધારે આરોગ્ય વિભાગની બે ટીમો દ્રારા શહેરના વિવિધ બે બજારોમાં ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. અને ધાણી તેમજ ખજુરના સેમ્પલ લઇને આ સેમ્પલની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત શહેરના વાડી વિસ્તારમાં આવેલી બે દુકાનોમાંથી 12 કિલો અખાધ્ય ખજુરનો જથ્થો પકડીને આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલિસે બે વેપારીઓને સ્વચ્છતા ન રાખવા બદલ નોટીસ પાઠવી હતી. ત્યારે આરોગ્ય વિભાગે અચાનક ચેકીંગની કામગીરી હાથ ધરતાં ધાણી અને ખજુરનું વેંચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.