- કોરોના ફ્રન્ટ લાઇન વોરિયર્સે ગઇકાલે બ્લેક ડે મનાવ્યો
- મેડિકલ કોલેજના તબીબો બ્લેક કપડાં પહેરી વિરોધ
- ગોત્રી મેડિકલ કોલેજ ખાતે દેખાવો યોજી વિરોધ કર્યો
વડોદરા : શિક્ષકોને નિયમિત કરવા, સાતમા પગાર પંચ મુજબ NPએ ચૂકવવા સેન્ટ્રલ ગવર્મેન્ટ મુજબ પગાર ચૂકવવા જેવા પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. તેથી ગઇકાલે મેડિકલ કોલેજના તબીબોએ બ્લેક કપડા પહેરી ગોત્રી મેડિકલ કોલેજ ખાતે દેખાવો કર્યો હતો. કોરોનાની મહામારીમાં ખડેપગે ફરજ બજાવી રહેલા તબીબોને પોતાના વણ ઉકેલ્યા પ્રશ્નો માટે સરકાર સામે બાયો ચઢાવતા જોઇ ગોત્રી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને દર્દીઓ સાથે આવેલા પરિવારના લોકોએ પણ સરકારની ટીકા કરી હતી.
આ પણ વાંચો : ભરૂચના યુવાનોએ બ્લેક ડે મનાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી
વડોદરાના 280 ડૉક્ટરો બ્લેક કપડાં પહેરીને જોડાયા
GMRS ફેકલ્ટી એસોસિએશને ગુજરાત દ્વારા આયોજીત બ્લેક ડે કાર્યક્રમમાં વડોદરાના 280 ડૉક્ટરો બ્લેક કપડાં પહેરીને જોડાયા હતા. સરકાર પાસે પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરી હતી. વર્ષ 2012થી પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી.
11 મે સુધી સરકાર માંગ પુરી નહિ કરે તો આંદોલન કરશે
છેલ્લા દોઢ વર્ષથી ડૉક્ટરો ખડેપગે કોવિડની કામગીરી કરી રહ્યા છે. સરકાર દ્વારા માત્ર ફ્રન્ટ લાઇન વોરિયર તરીકે બિરૂદ આપી કામગીરી કરાવવામાં આવી રહી છે. પરંતુ તબીબોના પ્રશ્નો ઉકેલવામાં કોઇ રસ દાખવવામાં આવતો નથી. પરિણામે ગઇકાલે બ્લેક ડે મનાવવાની ફરજ પડી હતી. 11 મે સુધી સરકાર માંગ પુરી નહિ કરે તો આંદોલન માર્ગ અપનાવશે.