ETV Bharat / state

મ્યુકોરમાઇકોસીસ ઇન્જેક્શન માટે સરકારે 7 હોસ્પિટલની યાદી બહાર પાડી, દર્દીઓને રાહત દરે મળશે ઇન્જેક્શન

author img

By

Published : May 20, 2021, 10:35 PM IST

રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં 1200થી વધુ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ નોંધાયા છે ત્યારે મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે વપરાતા ઇન્જેક્શન અત્યારે બજારમાં ઓછા ઉપલબ્ધ હોવાની વાત રાજ્ય સરકારને ધ્યાને આવતા રાજ્ય સરકારે એક ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે જેથી દર્દીઓને ઇન્જેક્શન હવે સસ્તા ભાવમાં મળી રહે.

મ્યુકોરમાઇકોસીસ ઇન્જેક્શન માટે સરકારે 7 હોસ્પિટલની યાદી બહાર પાડી, દર્દીઓને રાહત દરે મળશે ઇન્જેક્શન
મ્યુકોરમાઇકોસીસ ઇન્જેક્શન માટે સરકારે 7 હોસ્પિટલની યાદી બહાર પાડી, દર્દીઓને રાહત દરે મળશે ઇન્જેક્શન

મ્યુકોરમાઈકોસિસના ઇંજેક્શન હવે રાહત દરે મળશે

રાજ્ય સરકારે ઇન્જેક્શન માટે 7 હોસ્પિટલની યાદી બહાર પાડી

5424થી 5324 રૂપિયામાં મળશે ઈન્જેકશન

7 કોર્પોરેશનની હોસ્પિટલમાં મળશે ઈન્જેકશન

રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે ૭ કોર્પોરેશનના હોસ્પિટલ ની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં અમદાવાદની એસવીપી હોસ્પીટલ અને જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલ સોલા સીવીલ

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ

ભાવનગરની સર ટી હોસ્પિટલ

રાજકોટની પીડીયુ હોસ્પિટલ

જામનગરની જી.જી હોસપીટલ

સુરત સ્મીમેર હોસ્પિટલ

બરોડા એસ.એસ.જી હોસ્પિટલ..

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે સુવિધા રાખવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલ તરફથી એનેક્ષર એ મુજબની હોસ્પિટલનો સંપર્ક સાધવાનો રહેશે અને એનેક્ષર એ મુજબની હોસ્પિટલોએ તેમના દ્વારા ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શનની ફાળવણી માટે દાખલ દિન આ કેસની વિગત દર્દીના આધાર કાર્ડની નકલ નિદાનની નકલ સારવાર આપતા તબીબનો ભલામણ પત્રની ખરાઈ કરવાની રહેશે અને ત્યારબાદ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલમાંથી ઇન્જેક્શનની વહેંચણી કરવાની રહેશે. જ્યારે એન એક્સ એ મુજબની હોસ્પિટલો એ આ બાબતમાં તજજ્ઞોની એક સમિતિ બનાવીને જરૂરિયાતમંદ દર્દી ઉપર મુજબના ડોક્યુમેન્ટની ખરાઇ કર્યા બાદ જ નિર્ણય કરવાનો રહેશે..

સ્ટોક અને વહેંચણીનું અલગ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં સિવિલ હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શનના સ્ટોક અને વહેંચણી અંગે અને તમામ વિગતો દર્શાવતું એક રજીસ્ટર અલગથી બનાવવાનું રહેશે જ્યારે આ સમગ્ર રાજ્ય સરકાર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થા હંગામી ધોરણે કરવામાં આવી છે જ્યાં સુધી ઓપન માર્કેટમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા અમલી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.