મહીસાગરઃ લુણાવાડામાંં કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્ય કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા. જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી અર્બન હેલ્થે સેનટર, લુણાવાડા તેમજ RBSKની આરોગ્યની ટીમ દ્વારા લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર અને અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડાના આયુષ તબીબની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મીઓ દ્વારા લુણાવાડા નગરના માંડવી બજાર વિસ્તારમાં છૂટક શાકભાજીના તથા કરિયાણાની દુકાન ધરાવતા 30 વેપારીઓના રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આરોગ્યા કર્મીઓ દ્વારા તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર આવતા દર્દીઓ અને ગ્રાહકોને માલ ન આપવા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે જોવા જણાવાયું હતું.