- પોરબંદરમાં કુલ 374 લોકોના કોરોનાના સેમ્પલ લેવાયા
- પોરબંદરમાં એક જ દિવસમાં 3 કરોનાના પોઝિટિવ કેસ નોંધાયા
- 1411 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન
પોરબંદરઃ એક જ દિવસમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જીઇબી ઓફિસ પાસે રેલવે ટ્રેક પાસે રહેતા 29 વર્ષીય મહિલાને તથા ભારતીય વિદ્યાલય છાયા પાસે રહેતા 40 વર્ષીય પુરુષને અને નરસન ટેકરી સાઈબાબા મંદિર પાસે રહેતા 39 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તે તમામને સારવાર આપવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 295 થઇ છે. પોરબંદરમાં હાલ 90 સરકારી અને 11 વ્યક્તિઓ ડિસ્ટ્રિક્ટ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં છે. આ ઉપરાંત 1411 વ્યક્તિ ઓ હોમ ક્વોરેન્ટાઇન છે.
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા ડોર ટુ ડોર સર્વે માં બુધવારે 743 લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એન્ટ્રી પોઈન્ટ પર 2677 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા કોરોના પોઝિટિવના કારણે થયેલા મોતની સંખ્યા માત્ર આંકડો આપવામાં આવે છે, પરંતુ મૃતકની વિગત મીડિયાને આપવામાં આવતી નથી.