ETV Bharat / state

પોરબંદરમાં એક જ દિવસમાં કોરોનાના 12 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોત - 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પોરબંદરમાં હાલ કુલ 70 કોરોના પોઝિટિવ કેસ છે. જેમાં ભાવસિંહજી હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં 4, અન્ય હોસ્પિટલમાં 20 અને હોમ આઇસોલેશનમાં 17 લોકો સારવાર લઇ રહ્યા છે.

પોરબંદરમાં એક જ દિવસમાં 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એકનુ મોત

author img

By

Published : Aug 9, 2020, 8:27 PM IST

પોરબંદરમાં એક જ દિવસમાં 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

  • મૃતકોની સંખ્યા પોરબંદર જિલ્લામાં 11 અને અન્ય જિલ્લાના1 મળી કુલ 12 મોત
  • માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવાના કેસ 177 થયા
  • આઇસોલેશન વોર્ડમાં દાખલ દર્દીઓની સંખ્યા 27
  • એન્ટ્રી પોઇન્ટ ઉપર 3633 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

પોરબંદરઃ રવિવારના રોજ કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં તારીખ 8 ઓગસ્ટ 2020ના રોજ લેવામાં આવેલા સેમ્પલ માંથીઝુંડાળાના 39 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. તથા વાઘેશ્વરી પ્લોટમાં રહેતા ચાર લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં 50 વર્ષના મહિલા 21 વર્ષના પુરુષ 25 વર્ષના પુરુષ અને 70 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તારીખ 9 ઓગસ્ટ 2020ના રોજ લીધેલા સેમ્પલ માંથી પોરબંદર ઝુંડાળા વિસ્તારનાં 72 વર્ષના પુરુષને તથા રાણાવાવ વાલ્મીકી વાસમાં રહેતા 31 વર્ષના પુરુષને તથા નવો કુંભારવાડામાં રહેતા 35 વર્ષના પુરુષને તથા વીરડી પ્લોટ પોરબંદરમાં રહેતા 23 વર્ષના મહિલાને તથા નરસન ટેકરી વિસ્તારમાં રહેતા 66 વર્ષના પુરુષને તથા આર્યનગર જીન્ પ્રેસ પોરબંદર ખાતે રહેતા 68 વર્ષના પુરુષને અને પોરબંદરના 36 વર્ષના એક પુરુષને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તમામ દર્દીની સારવાર ભાવસિંહજી હોસ્પિટલ ખાતે થઈ રહી છે. આ ઉપરાંત કોરોના સહિત ગંભીર બીમારીના કારણે એક અન્ય જિલ્લાના દર્દીનું મોત થયું છે. જેની સાથે મૃતકોની સંખ્યા પોરબંદર જિલ્લામાં 11 અને અન્ય જિલ્લાના એક મળી કુલ 12 મોત થયા છે.

પોરબંદરમાં રવિવારે કુલ 257 સેમ્પલ લેવાયા હતા. અત્યારની સ્થિતિમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ દર્દીઓ 29 અને સેમી આઇસોલેશન વોર્ડમાં દાખલ દર્દીઓની સંખ્યા 27 છે. પોરબંદરમાં જાહેરમાં માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવાના કેસ 177 થયા છે. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ કવોરેન્ટાઇન સેન્ટરમાં હાલ સરકારી સ્થળમાં 83 અને ખાનગી સ્થળે 8 લોકો કવોરેન્ટાઇન છે.

જ્યારે જ્યારે 1370 લોકો હોમ કવોરેન્ટાઇન છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા ડોર ટુ ડોર સર્વેના ત્રીજા રાઉન્ડમાં 143 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે અને એન્ટ્રી પોઇન્ટ ઉપર 3633 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તેમ વહીવટી વિભાગ માંથી મળેલી માહિતીમાં જણાવેલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.