અમદાવાદ: શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોડી રાતે એક ઈસમે પૈસાની લેવદેવડમાં ઘરની બહાર પડેલા એક્ટિવા સળગાવી દીધું છે. એક્ટિવા સળગાવ્યાની ઘટના પણ CCTVમા કેદ થઈ છે. જે મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
![અમદાવાદ: પૈસાની લેવડદેવડ મા મોડી રાતે એક્ટિવા સળગાવી દીધું, ઘટના CCTVમા કેદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12:36:05:1597561565_gj-ahd-02-meghanunagar-cctv-video-story-7204015_16082020105435_1608f_1597555475_279.jpg)
મેઘાણીનગરમા રહેતા કમલેશ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે, શનિવારે 2:15 વાગ્યાના અરસામાં આસપાસના લોકો બૂમો પડતા તેઓ બહાર ગયા હતા, ત્યારે જાણવા મળ્યું હતું કે, તેમનું એક્ટિવા સળગાવી દીધેલુ હતું અને આસપાસના લોકોએ આગ પર પાણી નાખી આગ બુઝાવી દીધી હતી, ત્યારે તેમને સામેના ઘરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા.
![અમદાવાદ: પૈસાની લેવડદેવડ મા મોડી રાતે એક્ટિવા સળગાવી દીધું, ઘટના CCTVમા કેદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12:36:06:1597561566_gj-ahd-02-meghanunagar-cctv-video-story-7204015_16082020105435_1608f_1597555475_340.jpg)
આમ, સામેના ઘરના CCTVમા તેમને જોયું કે, આગ લગાવનાર મનીષ પ્રજાપતિ છે અને મનીષ પાસેથી તેમને 17000 રૂપિયા લીધેલા હતા અને 7500 આપી દીધા હતા અને બાકીના પૈસા આપવાના બાકી હતા. જેથી બાકીના પૈસા ના આપતા મનીષે એક્ટિવા સળગાવી દીધું હતું. જોકે, એક્ટિવા સળગાવીને મનીષ ત્યાંથી નાસી ગયો હતો. મેઘાણીનગર પોલીસે મનીષ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અનેCCTV ફૂટેજ પણ કબ્જે કર્યા છે. જેના આધારે આગળની તપાસ પણ હાથ ધરી છે.
![અમદાવાદ: પૈસાની લેવડદેવડ મા મોડી રાતે એક્ટિવા સળગાવી દીધું, ઘટના CCTVમા કેદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12:36:05:1597561565_gj-ahd-02-meghanunagar-cctv-video-story-7204015_16082020105435_1608f_1597555475_279.jpg)