આદીનાથ સુપર સ્ટોરમાં એક્સપાઈરીડેટ વાળો સામાન આપતા હોવાનો વિડીયો ગત રોજ એક ગ્રાહક દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. જે વીડિયોમાં આદિનાથ સુપર સ્ટોરના સંચાલકોએ એક્સપાઈરી ડેટ વાળો સામાન આપ્યો હોવાનો ગ્રાહક દ્વારા જણાવામાં આવ્યું હતું. ત્રણ વસ્તુઓમાંથી એક વસ્તુ એક્સપાઈરીડેટ વાળી અને બાકીની બે વસ્તુઓ એક્સપાઈરડેટ નજીકની આપી હોવાનું જણાવાયું હતું.
આ મામલો વધુ વકરતા સુપર માર્કેટ માલિકે સ્ટાફ દ્વારા ભૂલ થઈ હોવાનું જણાવી વીડિયો માર્ફત માફી માંગી હતી. જોકે તંત્ર એ પણ હરકતમાં આવી આદિનાથ સુપર માર્કેટમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરી નમૂનાઓ લેવાયા હતા. તો બીજી બાજુ પાલિકાએ પણ તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.