આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વ્યારા ખાતે રહેતા લક્ષ્મણ અહિરે બુટ, ચપ્પલ સીવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. લક્ષ્મણ અહિરે તથા મનોજ સકુનેવાલાને ગત 27 તારીખે 10 જેટલા લોકોએ જાતિ વિષયક ગાળો આપી લાકડાના ફટકા તેમજ લોખંડના પાઈપથી માર મારવામાં આવ્યો હતો. જે 10 ઇસમોમાંથી 8ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 2 વ્યક્તિ પોલીસ પકડથી દૂર છે.
ત્યારે આ બન્ને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે. તેમજ રાજુ ગધેડાવાળા, અભિષેક ભદોરીયા તથા દિલીપ જાધવ જેવા તત્વોને તાત્કાલિક પકડી જેલમાં ધકેલી કાયદાની જોગવાઈ એટ્રોસિટી એકટ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં અનુસૂચિત જાતિના યુવકો સાથે કુણું વલણ ધરાવતા તત્વોને ડામી દેવામાં આવે તેવી માંગ કરી હતી.
એસ.સી, એસ.ટી, ઓ.બી.સી અને અલ્પસંખ્યક એકતા મંચ તાપી દ્વારા બીજું આવેદન જિલ્લા પોલીસ વડાને આપી આરોપીઓને લેખિત હુકમ કરી ત્રણ વર્ષ સુધી આ વિસ્તારથી દુર કરવામાં આવે અને આ કેસને ખાસ અદાલતમાં ઝડપી ચલાવવાની પણ માંગ કરી હતી.