હાઈ-ટેક કંપનીના 450 કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, બોનસ ન ચુકવાતો હોવાનો આક્ષેપ - બારડોલી
તાપી: જિલ્લાના બારડોલીમાં આવેલી હાઈ-ટેક કંપનીમાં કામદારોએ હોબાળો મચાવ્યો હતો. હાઈ-ટેક સ્વીટ વોટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 450થી વધુ કામદારો હડતાલ પર ઉતર્યા હતાં.બોનસ નહીં આપવા તેમજ વર્ષોથી કામ કરતા કામદારોને પગાર નહીં વધારી આપવાના મામલે હડતાલ પાડી છે.
સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ હાઈ ટેક આર.ઓ કંપની કે જ્યાં હાઈ ટેક કંપની અને સંચાલક વિજય શાહ વિવાદમાં સપડાયા છે. તેમની જ કંપનીમાં કામ કરતા 450થી વધુ કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. કર્મચારીઓને યોગ્ય સમયે બોનસ તેમજ પગાર વધારાની માગ નહીં સંતોષાતા આજે કામદારોએ કંપનીમાં હલ્લાબોલ કર્યું હતું.
કંપનીમાં લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓ આર્થિક નાણાં ભીડને કારણે પોતાની માગ રજૂ કરી હતી. પરંતુ કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. કામદારોના જણાવ્યાં મુજબ કલાકો કામકાજનું ભારણ હોવા છતાં કંપની દ્વારા કદર કરાતી નથી અને પગારના સમયે 8 હજારના પગાર પર સહીઓ કરાવી માત્ર પાંચ હજાર જ પગાર ચૂકવાતો હોવાની ફરિયાદ કરી હતી.
વહેલી સવારથી કામદારો કામથી અળગા રહી પોતાની માગ સાથે હડતાળ પર ઉતરી જતા કંપનીના સંચાલકો પણ દોડતા થયાં હતાં અને કંપનીના માલિક વિજય શાહ દોડી આવી કામદારોને સમજાવટ શરૂ કરાઇ હતી. જોકે કામદારોના આક્ષેપ અને માગ બાબતે વિજય શાહે ઢાક પીછોડો કર્યો હતો.
બારડોલી ખાતે આવેલ હાઈ ટેક સ્વીટ વોટર પ્રાઇવેટ લિમિટેડમાં 450થી વધુ કામદારો કામ કરે છે, ત્યારે પગાર વધારો અને બોનસને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે અને આવનારા દિવસોમાં પણ કામદારોની માગ નહીં સંતોષાય તો ઉગ્ર પ્રદર્શન કરવાની પણ કામદારો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જોકે હાલ પૂરતું તો કંપનીના સંચાલકે સમજાવટ કરી સમગ્ર મામલો થાળે પાડી દેવાયો છે.
Body: સુરત જિલ્લા ના બારડોલી ખાતે આવેલ હાઈ ટેક આર ઓ કંપની કે જ્યાં હાઈ ટેક કંપની અને સંચાલક વિજય શાહ વિવાદ માં સપડાયા છે. તેમનીજ કંપની માં કામ કરતા 450 થી વધુ કર્મચારીઓ એ હડતાળ નો માર્ગ અપનાવ્યો છે. કર્મચારીઓ ને યોગ્ય સમય એ બોનસ તેમજ પગાર વધારા ની માંગ નહીં સંતોષાતા આજે કામદારો એ કંપની માં હલ્લાબોલ કર્યું હતું. કંપની માં લાંબા સમય થી કામ કરતા કર્મચારીઓ આર્થિક નાણાં ભીડ ને કારણે પોતાની માંગ રજૂ કરી હતી. પરંતુ કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો ના હતો. કામદારો ના જણાવ્યા મુજબ કલાકો કામ કાજ નું ભારણ હોવા છતાં કંપની દ્વારા કદર કરાતી નથી. અને પગાર ના સમય એ 8 હજાર ના પગાર પર સહીઓ કરાવી માત્ર પાંચ હજાર જ પગાર ચૂકવાતો હોવાની ફરિયાદ કરી હતી.
Conclusion:વહેલી સવાર થી કામદારો કામ થી અળગા રહી પોતાની માંગ સાથે હડતાળ પર ઉતરી જતા કંપની ના સંચાલકો પણ દોડતા થયાં હતા. અને કંપની ના માલિક વિજય શાહ દોડી આવી કામદારો ને સમજાવટ શરૂ કરાઇ હતી. જોકે કામદારો ના આક્ષેપ અને માંગ બાબતે વિજય શાહે ઢાક પીછોડો કર્યો હતો...
બારડોલી ખાતે આવેલ હાઈ ટેક સ્વીટ વોટર પ્રાઇવેટ લિમિટેડ માં 450 થી વધુ કામદારો કામ કરે છે. ત્યારે પગાર વધારો અને બોનસ ને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે. અને આવનાર દિવસો માં પણ કામદારો ની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર પ્રદર્શન કરવાની પણ કામદારો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જોકે હાલ પૂરતું તો કંપનીના સંચાલકે સમજાવટ કરી સમગ્ર મામલો થાળે પાડી દેવાયો છે......
બાઈટ 1 ..... ગીતાબેન મિસ્ત્રી .... કર્મચારી
બાઈટ 2 ..... મનોજ પટેલ ..... કર્મચારી
બાઈટ 3 .... વિજય શાહ .... હાઇ-ટેક મલિક