અમદાવાદ : આજે 28 ડિસેમ્બર, શનિવારના રોજ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. તમામ સાંસારિક બાબતોથી પર રહીને આપ આજે આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આજે આપ ઉંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના યોગ છે. વાણી પર સંયમ રાખવાથી આપ અનર્થો ટાળી શકશો. હિતશત્રુઓથી ચેતતા રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે નવું કાર્ય શરૂ ન કરવું. પાણી અને સ્ત્રીથી દૂર રહેવું. આકસ્મિક ધનલાભનો યોગ છે.
વૃષભ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપનું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. તેમની સાથે નાનકડા પ્રવાસનું પણ આયોજન કરી શકશો. દૂર વસતા આપ્તજનના સમાચારથી આપને ખુશી થશે. અચાનક ધન પ્રાપ્તિની શક્યતા નકારી શકાય નહીં. પરદેશ સાથે સંપર્ક સાધવો.
મિથુન: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસ આપના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. આપને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી પડેલાં કાર્યો પૂરા થાય. આર્થિક લાભ મળે. ખર્ચનું પ્રમાણ વધે પરંતુ ખર્ચ યોગ્ય રીતે થાય. શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. સ્વભાવમાં ક્રોધ વધારે હોય. તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સામાજિક માન- પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. વિરોઘીઓ સામે આપને સફળતા મળે.
કર્ક: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ શાંત ચિત્ત રાખી પસાર કરવાની સલાહ છે. આજે આપનું શારીરિક અને માનસિક આરોગ્ય નરમગરમ રહે. મનમાં ચિંતા, ઉદ્વેગ રાખશો તો શરીરમાં પેટની પીડા હેરાન કરી શકે છે. ઓચિંતા ધનખર્ચને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીજનો વચ્ચે કોઇ મનદુ:ખ ટાળવા માટે તમારે સંબંધોનું સિંચન કરવામાં બાંધછોડની નીતિ રાખવી પડશે. અન્ય વિજાતીય પાત્ર પરત્વેના આકર્ષણથી આપની વચ્ચે તણાવ આવી શકે છે. આજે યાત્રા પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. નવા કાર્યનો પ્રારંભમાં પણ અપેક્ષા કરતા ઓછી સફળતા જણાઈ રહી છે.
સિંહ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં વિવાદ, ઝગડો ન થાય તે માટે વાણી વર્તન પર સંયમ રાખવો પડે. સ્ત્રી વર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું. માતા સાથે કોઈપણ પ્રકારે મનદુઃખ ટાળવા માટે વર્તનમાં સૌમ્યતા લાવજો અને જરૂર પડ્યે નમતું જોખવાની નીતિ રાખજો. નકારાત્મક વિચારો તમારા મનને ઘેરે નહીં તે માટે મેડિટેશન અને પ્રેરાણાદાયી પુસ્તકોના વાંચનનો સહારો લઈ શકો છો. જમીન વાહન વગેરેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં સાવચેતી રાખવી. પાણીના સ્થળે સંભાળપૂર્વક વર્તન કરવું. તંદુરસ્તી પ્રત્યે આજે સચેત રહેવું.
કન્યા: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસે આપ તન- મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આપને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે અને તેમનો સાથ સહકાર આપને મળશે. પ્રેમિકા સાથેની મુલાકાતથી મનને આનંદ થશે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં સિદ્ધિ મળે.
તુલા: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. મનની દ્વિધાઓ આપને કોઇ ચોક્કસ નિર્ણય પર ન આવવા દે માટે મહત્ત્વના નિર્ણય લેવામાં સાવચેતી રાખવી. અગત્યના કાર્યોની શરૂઆત માટે આજે સમય યોગ્ય ન હોવાનું જણાઈ રહ્યું છે. આપના જડ વલણથી મનદુ:ખ ઉભું થાય. વલણમાં બાંધછોડ કરવી આવશ્યક રહેશે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવો. સ્વાસ્થ્ય સંભાળવું. આર્થિક લાભ થાય.
વૃશ્ચિક: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. વર્તમાન સમયમાં આપ તન મનની પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાશે. મિત્રો, સગાંસ્નેહીઓ જોડેની મુલાકાત આનંદમય રહે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સંભવિત બને અને તેમાં સફળતા મળે. પર્યટન પ્રવાસની શક્યતાઓ છે. દાંપત્યજીવન સુખમય રહેશે.
ધન: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાની શક્યતા ટાળવા માટે વર્તન અને શબ્દોમાં પારદર્શકતા રાખવી. રોષની લાગણી ઓછી રાખવી જેથી આપ કોઇ સાથે વિખવાદ ટાળી શકો. વાહન ચલાવતા સંભાળવું. આવકના પ્રમાણમાં ખર્ચ વધારે રહે. કુટુંબીજનો સાથે પણ મનદુ:ખ ઉભું ના થાય તેનું ધ્યાન રાખજો. તંદુરસ્તીની સંભાળ લેવી પડશે. ઇશ્વરની આરાધના અને આધ્યાત્મિકતા આપના મનને શાંતિ આપશે.
મકર: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ બહુવિધ લાભ આપનાર દિવસ છે. સગાંસંબંધીઓથી અને મિત્રો સાથે મુલાકાત થાય. આપને પ્રિયપાત્રનો સંગ રોમાંચિત કરશે. લગ્નોત્સુક પાત્રોને તેમની પસંદગીનું પાત્ર મળવામાં સાનુકૂળતા મળે. વેપારધંધામાં લાભકારી દિવસ છે. પ્રવાસ પર્યટન થાય અને મિત્રો તરફથી ભેટસોગાદો મળે. પત્ની અને પુત્રથી લાભ થાય. નવી વસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ થાય.
કુંભ: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસ દરમ્યાન આપની શારીરિક માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી વ્યવસાયના ક્ષેત્રે આપની કામગીરી બિરદાવવામાં આવે, તેથી આપ ખુશ રહો. ઉચ્ચ અધિકારીઓ પણ આપના પર ખુશ રહે. સહકર્મચારીઓ સાથ સહકાર આપશે. સમાજમાં માન- સન્માન મળશે. કુટુંબીજનો અને મિત્રો સાથે આનંદથી સમય પસાર કરશો. આપના કાર્યો સરળતાથી પાર પડે અને તેમાં લાભ થાય. દાંપત્યજીવનમાં ખુશાલી વ્યાપેલી રહેશે.
મીન: ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે ઉપરી અધિકારીઓ સાથેના આપના સંબંધો બગડે નહીં તેનો ખ્યાલ રાખવો પડશે. શરીરમાં અસ્વસ્થતા લાગે તેમજ મન પર પણ ચિંતાનો ભાર રહે. હરીફો સાથે આજે ચર્ચા કે વિવાદમાં ન પડવું. મનમાં ઉભા થતા નકારાત્મક વિચારોને દૂર ધકેલી દેશો તો માનસિક રીતે થોડા સ્વસ્થ રહી શકશો. વેપારીઓને વેપારમાં અવરોધ આવે.