સ્થાનિક મહિલાઓએ વોર્ડ સદસ્યની આગેવાની હેઠળ પાલિકાના એન્જિનિયર, સેનિટેશન વિભાગના ચેરમેન તેમજ પાલિકાના સીઓને ઘેરી લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરીને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાલિકા વિભાગનું વર્તન સામે આવ્યું છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી તેમજ નવી નાખવામાં આવેલી પાણીની પાઇપલાઇનમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું નથી.
મહિલાઓએ તેમના વિસ્તારમાં સ્થાનિકોને ઝડપથી પાયાગત સુવિધાઓ નિયમિત રીતે પ્રાપ્ત થાય તેવી માંગ ઉઠાવી હતી. જો તેમની માંગ નહીં સંતોષાય, તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.