- સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ સફાઈના મુદ્દે 3 દિવસીય પ્રતિક ધરણાનું આયોજન
- નગરપાલિકા ગંદકી કામને લઈને પોકળ સાબિત થતાં બૂમરાણ ઊઠી
- પાલિકા કચેરી ખાતે કચરો એકત્ર કરી ઠાલવવાની ચીમકી ઉચ્ચારી
સુરેન્દ્રનગર : શહેરની સંયુક્ત પાલિકાના શહેરી વિસ્તારોમાં છેલ્લા ધણા સમયથી તંત્ર દ્વારા સફાઈ કરવામાં ન આવતા ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જે કારણે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ સફાઈના મુદ્દે 3 દિવસીય પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે. જેનો મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
શહેરમાં મુખ્ય માર્ગો સોસાયટી સહિત ગંદકીના ઢગ
જો આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા સફાઇ કરવામાં નહીં આવે તો પાલિકા કચેરી ખાતે કચરો એકત્ર કરી ઠાલવવાની ચીમકી ઉચ્ચારી છે. સરકાર દ્વારા સ્વચ્છતા પાછળ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા સ્વચ્છતાના નામે મોટી મોટી જાહેરાતો કરીને કરોડો રૂપિયા ખર્ચે છે. તેમ છતાં પણ શહેરમાં મુખ્ય માર્ગો સોસાયટી સહિત ગંદકીના ઢગ જોવા મળતા નગરપાલિકા ગંદકી કામને લઈને પોકળ સાબિત થતાં બૂમરાણ ઊઠી છે.
24, 25 અને 26 નવેમ્બરથી 3 દિવસ ધરણા યોજીને વિરોધ વ્યક્ત કર્યો
સુરેન્દ્રનગર શહેર ક્રોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા કચેરી બહાર સફાઈના મુદ્દે 3 દિવસીય પ્રતિક ધરણાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના શહેરી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા સફાઈ કરવામાં ન આવતા ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળતા કોંગ્રેસ દ્વારા 24, 25 અને 26 નવેમ્બરથી 3 દિવસ ધરણા યોજીને વિરોધ વ્યક્ત કર્યો છે.
પાલિકા કચેરી ખાતે કચરો એકત્ર કરી ઠાલવવાની ચીમકી
અનેક વખત રજૂઆતો બાદ પણ પાલિકા તંત્ર દ્વારા નિયમિત સફાઈ કરવામાં ન આવતા પ્રતીક ધરણાં શરૂ કર્યા છે. આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા સફાઇ કરવામાં નહીં આવે તો પાલિકા કચેરી ખાતે કચરો એકત્ર કરી ઠાલવવાની ચીમકી ઉચ્ચારી છે.