- લીફ્ટ આપવાના બહાને દંપતી સાથે લૂંટ
- રોકડા રૂપિયા અને ઘરણા સહિત 2.12 લાખની લૂંટ ચલાવી
- પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આવેલા લીંબડી નેશનલ હાઇવે પર એક દંપતી વાહનની રાહ જોઇ ઉભા હતા, ત્યારે લીફટ આપવાના બહાને વઢવાણ ઉતારવાનું કહી અને એક મહીલા આરોપી સહીત પાંચ લોકોએ સોનાના ઘરેણા અને રોકડ રકમ સહિત રૂપિયા 2.12 લાખના મુદામાલની લૂટ ચલાવી વઢવાણ નજીક દંપતીને ઉતારી નાશી છુટયા હતા.
લૂંટ ચલાવી આરોપીઓ નાશી છૂટયા
મુળ વઢવાણના ઉમીયા ટાઉનશિપમાં રહેતા અને વષોથી સુરત રહી કરીયાણાનો વેપાર કરનારા આ લોકો પુત્રીના ચાંદલા પ્રસંગ રવિવારે વતન વઢવાણ રાખેલ હોઇ સુરતથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસી અને લીંબડી ઉતરી હાઇવે પર વઢવાણ જવા વાહનની રાહ જોઇને મહેશભાઇ ઇશ્રવરભાઇ કુણપરા પત્ની સાથે ઉભા હતા, ત્યારે એક કારમાં પાંચ લોકો હતા અને વઢવાણ આવવાનુ કહી દંપતીને લીફટ આપી હતી. પરંતુ વઢવાણ નજીક આવી અને દંપતીને આરોપીઓએ કાર ઉભી રાખી અને ઉતારી મુકયા હતા અને થેલામાં રહેલા રોકડા રૂપિયા પંચાસ હજાર અને સોનાના ઘરેણા સહિત રૂપિયા 2.12 લાખની લૂંટ ચલાવી આરોપીઓ નાશી છૂટયા હતા. જેથી મહેશભાઇ પટેલે શહેરના બી. ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તાત્કાલિક નાકાબંધી કરાવી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસે CCTV કેમેરાની મદદથી આરોપીઓની કાર લખતર બાજૂ નાશી હોવાની વિગત મળતા લખતર મહીલા PSI હેતલ રબારીએ તાત્કાલિક હાઇવે પર આડોસો મુકી આરોપીઓને ઝડપવા કાર્યવાહી કરતા આરોપીઓએ કાર નર્મદા કેનાલ પર હકારી મુકી હતી, જેથી પોલીસે ફિલ્મ ઢબે પાંચ કિમી પીછો કરી લૂંટના પાંચ આરોપીઓને દબોચી શહેરના બી. ડીવીઝન પોલીસમાં લાવી તલાસી લેતા આરોપીઓ પાસેથી લૂટનો તમામ મુદામાલ મળી આવ્યો હતો.
ગુજરાત સહિત અન્ય જગ્યાઓએ પણ અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાનું ખુલ્યુ
પોલીસે (1)આરોપીઓ મહંમદ ઇમરાન રેહાન એહેમદ અંસારી, રે. મુંબઈ (2) મહંમદ સાહેબ વ્હાજુદીન અંસારી વેસ્ટ મુંબઈ (3) સોહીલ મહંમદખાન પઠાણ જુહાપુરા અમદાવાદ (4) સોહીલ અબ્દુલ રઉફખાન ઘાટકોપર મુંબઈ અને મહીલા આરોપી અરૂણા નરસિંહ મલેશ મુંબઇની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જેમા આરોપીઓએ ગુજરાત સહિત અન્ય જગ્યાઓએ પણ અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાનું ખુલ્યુ હતુ.
પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
પોલીસે હાલ આરોપીઓ પાસેથી લૂંટના રોકડા રૂપિયા પંચાસ હજાર અને સોનાના ઘરેણા સહિત 1.62 લાખ અને લૂંટમાં વપરાયેલી કાર 4.50 લાખ સહિત રૂપિયા 6.71 લાખનો મુદ્દામાલ કબજે કરી અને આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે, ત્યારેબાદ પોલીસ આરોપીઓના રીમાન્ડ માગી પુછપરછ હાથ ધરવામાં આવશે.