ETV Bharat / state

IBના રીપોર્ટ પર AAPનો મોટો દાવો, અમે ગુજરાતમાં સરકાર બનાવીશું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા આમ આદમી પાર્ટીના પ્રવાસ દિવસે દિવસે વધી રહ્યા છે. દરેક વિધાનસભા બેઠક પર પ્રચાર-પ્રસાર કરીને આમ આદમી પાર્ટીએ મતદારોને રીઝવવા (Aam Admi Party Gujarat) માટે પ્રયાસ કર્યા છે. રવિવારે તારીખ 2 ઑક્ટોબરના રોજ સુરત, ખેડબ્રહ્મા અને સુરેન્દ્રનગરમાં આમ આદમીના નેતાઓએ પ્રવાસ કરીને મતદારોને મોટી ગેરેન્ટી આપી હતી.

IBના રીપોર્ટ પર AAPનો મોટો દાવો, અમે ગુજરાતમાં સરકાર બનાવીશું
IBના રીપોર્ટ પર AAPનો મોટો દાવો, અમે ગુજરાતમાં સરકાર બનાવીશું
author img

By

Published : Oct 2, 2022, 8:49 PM IST

Updated : Oct 2, 2022, 9:32 PM IST

ખેડબ્રહ્મા,સુરત, સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સરકાર બનાવવા ખેડબ્રહ્મામાંથી (Arvind Kejriwal Gujarat Visit) આમ આદમી પાર્ટીનાં નેતાઓએ ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. મફ્ત વીજળી, બેરોજગારી, મહિલાને દર મહિને ફિકસ ભથ્થું જેવી વિવિધ જાહેરાતોને લઇ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. ખેડ બ્રહ્મા ખાતે હજારોની સંખ્યામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને સાંભળવા લોકોનો માનવ મહેરામણ ઉમટયો હતો.આઈબીના એક રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.

IBના રીપોર્ટ પર AAPનો મોટો દાવો, અમે ગુજરાતમાં સરકાર બનાવીશું

મત માટે અપીલઃ રવિવારે આમ આદમી પાર્ટી દ્વારા સાબરકાંઠાના ખેતરમાં એક જાહેર સભા કરી હતી. જેમાં દિલ્હી તેમજ પંજાબના મુખ્યપ્રધાને (Punjab CM bhagwant mann Gujarat) આમ આદમી પાર્ટીની સિદ્ધિઓ સાથે આગામી સરકાર બનાવવા સુધીની રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીને જીતાડવા હાકલ કરાઈ હતી. આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા પ્રજાને અપિલ કરી હતી.

મોટી ગેરેન્ટીઃ છેલ્લા 27 વર્ષમાં રાજ્યને કોઈપણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો વિશેષ વિકાસ કરી શકાયો નથી. આગામી સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેમજ સરકાર બન્યા બાદ સૌપ્રથમ ભ્રષ્ટાચાર દૂર કરવામાં આવશે. 18 વર્ષથી ઉપરની મહિલાઓને એકાઉન્ટમાં 1000 સીધા નાખવામા આવશે. ગુજરાતી સાડા છ કરોડની જનતા આગામી સમયમાં સરકાર બનાવવામાં મદદરૂપ થશે તેમ જણાવી આઇબીના રીપોર્ટનો અહેવાલ આપતા જણાવ્યું હતું કે ચૂંટણી થાય તો 94 થી 95 ટકા બેઠકો સાથે આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે.

  • गुजरात की जनता इस बार कुछ नया करने वाली है। लोगों से बात करने आज खेडब्रह्मा में आयोजित जनसभा में आया हूँ। https://t.co/CMro1vN9A0

    — Arvind Kejriwal (@ArvindKejriwal) October 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વીજળી ફ્રીઃ માર્ચથી તમામ લોકોને વીજળી બિલ ફ્રી કરી દેવામાં આવશે તેમજ આગામી સમયના બિલોને પણ માફ કરી દેવામાં આવશે. કેજરીવાલે આ તબક્કે જાહેર સભામાં જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ કેજરીવાલને ગાળો આપવામાં એક મત છે. વર્ષોથી આ બંને પાર્ટીઓ એ ગુજરાતને લૂંટ્યું છે. આમ આદમી પાર્ટીને સરકાર સ્વિસ બેંકમાં લૂંટેલા પૈસાને પરત લાવવામાં પાયાની ભૂમિકા ભજવશે. ગુજરાતના ભવિષ્યને સુનિશ્ચિત કરશે.

કાળા અંગ્રેજોની સરકારઃ સુરતમાં રવિવારે આમ આદમી પાર્ટીની યુવા નેતા તેમજ રાજ્યસભા સાંસદ રાધવ ચડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યુંકે, ગુજરાતમાંથી ગોરા અંગ્રેજી નહીં પરંતુ કાળા અંગ્રેજોની જ સરકાર છે. 27 વર્ષથી જે ભાજપની સરકાર ચાલી રહી છે તે સરકારને બહાર કરવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે. દાંડીની માટી લઈ ગુજરાત પરિવર્તનની શરૂઆત કરાઈ છે ગુજરાતના સાબરમતીના સંત એવા દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધી બાપુ ની જન્મ જયંતી છે. એમના બતાવામાં આવેલ માર્ગ ઉપર ચાલવાની શરૂઆત કરવામાં આવી છે.

  • सूत्रों के मुताबिक़ IB की रिपोर्ट आई है कि गुजरात में आम आदमी की सरकार बन रही है। आम आदमी पार्टी को हराने के लिए अब दोनों पार्टियाँ एक हो गई हैं। https://t.co/ahKmeeZrf7

મોટી શપથ લીધીઃ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ એક શપથ લીધી છે કે, જે રીતે નમક સત્યાગ્રહથી આમ આદમીની તાકાત બતાવી હતી. તે રીતે અમે પણ દાંડીની માટી લઈ ગુજરાત પરિવર્તનની શરૂઆત કરી છે. આવનારી 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ની સરકાર બનવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ મહેનત કરવી પડશે. જેના કારણે બહુમતીનો આંકડો મોટો થાય અને બીજેપી અને કોંગ્રેસ એક થઈ ગઈ છે. તેઓ રાતો રાત મિટિંગ કરી રહ્યા છે. જેથી જે વોટ હોય તે આ બાજુ આમ આદમી પાર્ટીને વોટ મળે નહીં.

લોકો પરિવર્તન ઈચ્છે છે હું ઘણા દિવસથી ગુજરાતમાં ફરી રહ્યો છું. હું જે લોકોને મળી રહ્યો છું તે લોકો ગુજરાતમાં પરિવર્તન ઈચ્છે છે. ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલના મોડલ ને અપનાવવા ઈચ્છે છે. જે રીતે દિલ્હીમાં દિલ્હીના લોકોએ કોગ્રેસ ની 15 વર્ષની સરકારને હટાવીને પોતાની સરકાર બનાવી છે. એ જ રીતે પંજાબમાં પણ 50 વર્ષથી ચાલી રહી હતી કોંગ્રેસ સરકારને હટાવીને આપ આદમી પાર્ટી ને અપનાવી છે. હવે ગુજરાતના લોકો પણ ભાજપ સરકારને હટાવીને અરવિંદ કેજરીવાલના મોડલને અપનાવશે. 27 વર્ષ બાદ 2022ની દિવાળી ભારતીય જનતા પાર્ટીની છેલ્લી દિવાળી હશે.

ભાજપના લોકોનો વેપારઃ ગુજરાતમાં ખૂબ જ મોટા પાયે દારૂનું વેપલો ચાલી રહ્યો છે. આ વેપાર ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે. અમે આ વેપારને બંધ કરીશું. કાયદા મજબૂત કરવામાં આવશે. જે લોકો આ ધંધા સાથે સંકળાયેલા છે. તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરીશું. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આ બંને પાર્ટીઓ આમ આદમી પાર્ટીનો બહિષ્કાર કરી રહી છે. હવે આ બંને પાર્ટીઓ એકબીજા સાથે લડાઈ કરતી નથી. આ બંને પાર્ટીઓનો એક જ હતી છેકે, આમ આપની પાર્ટીને બહાર કાઢો.

સુરેન્દ્રનગરમાં સભાઃ સુરેન્દ્રનગર શહેરની એમ.પી. શાહ આર્ટ એન્ડ સાયન્સ કોલેજ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર સભાને સંબોધી હતી. આ તકે બન્ને મુખ્યપ્રધાન એ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો સમગ્ર ગુજરાતમાં 300 યુનિટી સુધી વીજળી ફ્રી આપવામાં આવશે. આમ આદમી પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા આપના ચૂંટણી ચિન્હ સાવરણાનું બટન દબાવવા આહવાન કર્યું હતું.

Last Updated : Oct 2, 2022, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.