સુરત : જિલ્લામાં દિવસેને દિવસે શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે, ત્યારે ફરી એક વખત શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની માંગણી હતી કે એક મહિનાનો બાકી પગાર આપવામાં આવે સાથે જ વતન જવાની વ્યવસ્થા પણ કરવામાં આવે. જોકે તેમની માગ નહીં સંતોષાતાં આજે શનિવારે સવારે મોરાગામ ખાતે વતન જવાની માગ સાથે હજારોની સંખ્યામાં શ્રમિકો રસ્તે ઉતરી આવ્યા હતા.
સુરતમાં પરપ્રાંતિયો રસ્તા પર ઉતરી આવ્યા, ભીડને કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસ છોડ્યા - પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા
ઈચ્છાપોર સ્થિત આવેલા મોરાગામમાં જ પરપ્રાંતીય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વતન જવાની માગ સાથે પરપ્રાંતીય શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ પર પત્થરમારો કર્યો હતો. બીજી તરફ પરિસ્થિતીને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના ચાર સેલ પણ છોડ્યા હતા.
પરપ્રાંતીયો રસ્તા પર ઉતરી આવ્યા