જ્યારે આ હત્યામાં સામેલ મુખ્ય આરોપીઓ અશફાક અને ફરીદની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે, ત્યારે યુપી એટીએસ પોલીસે ગુજરાતમાં ધામા નાખ્યા છે. દરમિયાન એટીએસની ટીમ ધરતી નમકીન એન્ડ સ્વીટ્સ નામની દુકાને આવી પહોંચી હતી.
જ્યાં આરોપીઓએ હત્યા પહેલા ઘારી ખરીદી હતી. આશરે પાંચ કલાક બાદ યુપી એટીએસ અને સુરત SOGએ CCTV ફૂટેજની તપાસ પૂર્ણ કરી રવાના થઈ હતી. અહીંથી યુપી એટીએસની ટીમે કેટલાક મહત્વના CCTV ફૂટેજ પણ મેળવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.