ETV Bharat / state

દેશનો સૌથી સ્વચ્છ ડુમસ બીચ હવે સૌથી સુંદર બની ગયો - સુરત

દેશનો સૌથી સ્વચ્છ બીચ હવે સૌથી સુંદર બની ગયો છે. પાલિકાએ ડુમસ બીચમાં દોઢ કિલોમીટર વિસ્તાર સુધી બ્યુટીફીકેશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના નેતૃત્વમાં નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ દ્વારા સપ્ટેમ્બરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં દેશના 34 બીચના સર્વેમાં ડુમસના બીચને રાષ્ટ્રીય સ્તર ઉપર સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવ્યો હતો.

દેશનો સૌથી સ્વચ્છ ડુમસ બીચ હવે સૌથી સુંદર બની ગયો

author img

By

Published : Feb 19, 2020, 12:16 PM IST

સુરત : દેશનું સૌથી સ્વચ્છ ડુમસ બીચને સૌથી સુંદર જોઇ તમે પણ આશ્ચર્યમાં મૂકાઈ જશો. હરવા ફરવાના શોખીન સુરતીલાલાઓએ આ પ્રોજેકટ માટે ટોળે રાહ જોઈ રહ્યા હતા. આખરે લંગરથી ચોપાટી સુધીના વિસ્તારનું બ્યુટીફીકેશન કરી પિકનીકનું સ્થળ બનાવવાનો પ્રોજેક્ટ હવે તૈયાર થઈ ચુક્યો છે. સુરતની ડુમસ ચોપાટી ખૂબસૂરત બની ગઈ છે. 2 કરોડના ખર્ચે આખરે સુરતીલાલાઓના પ્રિય સ્થળ એવી ડુમસ ચોપાટીનું નવનીકરણ કરાયું છે.

દેશનો સૌથી સ્વચ્છ ડુમસ બીચ હવે સૌથી સુંદર બની ગયો
વિશ્વમાં વિકાસની ગતિમાં ત્રીજા ક્રમે પહોંચી ગયેલા સુરતમાં ફરવાલાયક સ્થળો નહોતા, કે જ્યાં લોકો હરી ફરી શકે અને પરિવારજનો સાથે સમય પસાર કરી શકે કે બહારથી આવતા લોકો તેની મુલાકાત લઇ આનંદ માણી શકે. આ કારણે સુરતમાં આવા સ્થળો વિકાસવવા પર ભાર મૂકવામાં આવી રહ્યું છે. જેમાં ઘણા વર્ષોથી શાસકો દ્વારા બજેટમાં જેની જોગવાઈ કરી છે.ડુમસ ખાતે કઈ કઈ નવી વિશેષતા ઉભી કરાઇ છે- આશરે દોઢથી બે કિલોમીટરના અંતરે બ્યુટીફીકેશન -ખાસ લાઇટિંગ ફુવારાનું આકર્ષણ થોડા થોડા અંતરે ફૂડ પ્લાઝા -બાળકોને રમવા માટેના સાધનો સહિતના વિવિધ રમતગમત ઝોન -સ્વચ્છતા જાળવવા આખા વિસ્તારમાં પેવર બ્લોક નખાયા -'આઇ લવ સુરત' નામથી સેલ્ફી પોઇન્ટ તૈયાર કરાયાસુરતના ડુમસ બીચને વધુ ખૂબસૂરત બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકના બોટલથી તૈયાર કરવામાં આવેલા વિશાળકાય રાક્ષસને પણ બીચ ઉપર મૂકયુ છે.જેથી લોકો પ્લાસ્ટિકના વપરાશને ટાળે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.