ETV Bharat / state

Tapi News: તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત ત્રણ લોકો નશાની હાલતમાં ઝડપાયા - Vyara

તાપી જિલ્લાના જેતાવાડી ગામેથી મોડી રાત્રે નશાની હાલતમાં તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર, કોન્ટ્રાકટર અને ભાવનગર કોંગ્રેસના આગેવાન નશાથી ધૂત હાલતમાં ઝડપાયા છે. ખાનગી રાહે બાતમી મળતાં પોલીસ એ રેડ કરી હતી.

Tapi News: તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત ત્રણ લોકો નશાની હાલતમાં ઝડપાયા

author img

By

Published : Jun 17, 2023, 10:58 AM IST

તાપી: જિલ્લા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે જેત વાડી ગામે સ્કૂલની સામે આવેલ વાડીમાં અમુક ઈસમો દારૂની મેહફીલ માંડતા હતા. જે અંગે ખાનગી વાહનમાં વ્યારા પોલીસ એ રેડ કરતા ત્રણ ઈસમો નશાની હાલતમાં મળી આવ્યા હતા.જેમાં તાપી જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલ, કોન્ટ્રાકટર અમિત પટેલ, સહિત ભાવનગર ના કોંગ્રેસના આગેવાન બળદેવ સોલંકીને પોલીસે નશાની હાલતમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દારૂ પીને આવી વાતો: અમિતભાઈ પટેલ, બળદેવભાઈ સોલંકી અને ધર્મેશભાઈ પટેલ એમ ત્રણ ઈસમોએ નશાથી ધૂત તોતડાતી ભાષામાં તેમના નામ જણાવતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસને સ્થળ પર દારૂની બોટલો કે ગુનાહિત વસ્તુ નજીકથી ન મળતા પોલીસ દ્વારા તેમને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે બે ત્રણ કલાક પહેલા મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર ગામેથી તેઓ દારૂ પીને આવી અહિં વાતો કરવા બેઠા હતા.પોલીસ દ્વારા તેમને વ્યારા પોલીસ સ્ટેશન લય આવી જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યા હતા. જેમાં તેમના બ્લડ સેમ્પલ લેવડાવી આલ્કોહોલની ચકાસણી કરાવવા માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.

સરકારી કામ: તાપી જિલ્લા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ધર્મેશ પટેલ પહેલા ભાવનગર સિંચાઈ ખાતામાં ફરજ બજાવી ચૂક્યા છે. ત્યાં તેમને તેમની સારી કામગીરી માટેના પુરસ્કારો પણ તેમને મળ્યા હતા. ભાવનગર કોંગ્રેસના આગેવાન બળદેવ સોલંકી ભાવનગર કોંગ્રેસ પક્ષના પ્રબળ કાર્યકર્તા છે. બળદેવ સોલંકી ભાવનગર વિધાનસભા સીટ પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે. જેમાં 2022 ના વિધાનસભા ચૂંટણીમાં તેમને 36,153 વોટ મળ્યા હતા. 32 વર્ષીય કોન્ટ્રાકટર અમિત પટેલએ સરકારી કામો કરતા હોય એમ જણાય રહ્યુ છે.

  1. Porbandar Crime News : ગાંધીના જન્મસ્થળ પરથી પકડેલા દેશી વિદેશી દારુ પર પોલીસે ફેરવી નાખ્યું બુલડોઝર
  2. Junagadh Crime : પંચેશ્વરમાં ધમધમતી દેશી દારુ બનાવતી ભઠ્ઠી પર પોલીસના દરોડા, બે મહિલા બુટલેગર સામેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.