ETV Bharat / state

Valentine Day 2023 : 15 ફૂટ સુધીના રંગબેરંગી ગુલાબવાળા ગુલદસ્તાઓ પ્રેમીઓ કરાવે છે તૈયાર

સુરતમાં વેલેન્ટાઇન્સ ડે ને લઈને આ વર્ષે ટેડીબિયર, ચોકલેટ, ફૂલોથી સજજ બુકેની વધુ ડિમાન્ડની જોવા મળી હતી. લોકો કિંમત પ્રમાણે 1 ફૂટથી લઈને 15 ફૂટ સુધીના બુકે તૈયાર કરાવી રહ્યા છે. જેમાં 7થી 8 પ્રકારના ગુલાબવાળા બુકે યુવાઓની વધુ પસંદ બન્યા છે.

Valentine Day 2023 : 15 ફૂટ સુધીના રંગબેરંગી ગુલાબવાળા ગુલદસ્તાઓ પ્રેમીઓ કરાવે છે તૈયાર
Valentine Day 2023 : 15 ફૂટ સુધીના રંગબેરંગી ગુલાબવાળા ગુલદસ્તાઓ પ્રેમીઓ કરાવે છે તૈયાર
author img

By

Published : Feb 14, 2023, 9:19 AM IST

વેલેન્ટાઈન ડે પર રૂ.200થી શરૂ કરીને 25 હજાર સુધીના બુકે

સુરત : ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ જેવા બની ગયેલા વેલેન્ટાઇન્સ ડે ને લઈને મહિના પહેલા તૈયારીઓ થતી જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને ગુલાબના ફૂલ, ટેડીબિયર, બુકે અને ચોકલેટની ડિમાન્ડમાં ધરખમ વધારો નોંધાય છે, પરંતુ આ વર્ષે બજારમાં વિદેશી ફૂલોથી સજજ બુકેની ડિમાન્ડ જોવા મળી રહી છે. થાઈલેન્ડ સહિતના અન્ય દેશમાંથી આવતા ફૂલોનો ઉપયોગ કરીને હજારો રૂપિયાના બુકે પ્રેમી, પ્રેમિકા, પતિ, પત્નિ બનાવડાવી રહ્યા છે.

ગુલદસ્તો
ગુલદસ્તો

અવનવા બુકેના ઓર્ડર : પહેલાના સમયમાં પણ એકબીજાને ફૂલો આપી પ્રેમ વ્યક્ત કરાતો હતો. એટલું જ નહીં તે સમયે કોઈ સામેથી તો કોઈ પુસ્તકમાં પોતાનું ગુલાબ રાખી પ્રેમનો ઈઝહાર કરતા હતા, ત્યારે આજની યુવા પેઢી માટે પણ ફૂલો એવરગ્રીન છે. આજે પણ ઘણા લોકો લાલ ગુલાબ આપી પોતાના પ્રેમ દર્શાવે છે. તો તેની સામે ઘણા યુવાઓ એવા પણ છે કે જે ખાસ બુકે તૈયાર કરાવીને પોતાના પ્રેમને વ્યક્ત છે. જેને લઈને બજારમાં દેશી વિદેશી એમ લાખો રૂપિયાના દરેક પ્રકારના ફૂલનો સ્ટોક કરીને અવનવા બુકેના ઓર્ડર પુરા કરવામાં આવી રહ્યા છે.

I LOVE YOU લખેલા ટેડીબિયર
I LOVE YOU લખેલા ટેડીબિયર

આ પણ વાંચો : Valentine Day 2023: સુરતના વિદ્યાર્થીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગોલ્ડ પ્લેટેડ રોઝનું બુકે, કાલે આપશે ભેટ

7થી 8 પ્રકારના ગુલાબ : લોકો રૂ. 200થી શરૂ કરીને 1 લાખ સુધીના બુકે પણ તૈયાર કરાવે છે. લોકો કિંમત પ્રમાણે 1 ફૂટથી લઈને 15 ફૂટ સુધીના બુકે તૈયાર કરાવી રહ્યા છે, ત્યારે 10 વર્ષથી પાર્લે પોઇન્ટ વિસ્તારમાં બુકે બનાવતા વેપારીને 150થી વધુ બુકેના ઓર્ડર મળ્યા છે. બેંગ્લોર, પૂણેથી આવતા 7થી 8 પ્રકારના ગુલાબ અને તેની સાથે અલગ અલગ વિદેશી ફૂલો, ગુલાબ, ગ્રીનરી, ટેડીબિયર,બલૂન વગેરે મૂકીને તૈયાર કરવામાં આવેલા આકર્ષક બુકે યુવાનોની પસંદ બન્યા છે.

પ્રેમી માટે ગુલદસ્તો
પ્રેમી માટે ગુલદસ્તો

આ પણ વાંચો : Rajkot Valentine Day : વેલેન્ટાઇન ડેને લઈને રાજકોટમાં કપલ રિંગ આકર્ષણનું કેન્દ્ર બની

ક્રિએટિવ અને ઈનોવેટિવ ગિફ્ટ : આ અંગે બુકે બનાવનાર લક્ષ્મીકાંત બેરાએ જણાવ્યું હતું કે, વેલેન્ટાઇન ડેને લઈને સૌ કોઈ તેમના પાર્ટનર માટે ક્રિએટિવ અને ઈનોવેટિવ ગિફ્ટ આપવાનું વિચારતા હોય છે. જેને લઈને આ વર્ષે કોમ્બો બુકેના ઓર્ડર વધુ મળી રહ્યા છે. રેગ્યુલર, બોક્સ, બાસ્કેટ બુકેમાં દેશી વિદેશી ફૂલો, ટેડીબિયર, ચોકલેટ અને બલૂનને સેટ કરીને અમે બુકે બનાવ્યા છે. જેમાં ખાસ કરીને થાઈલેન્ડથી હાઈજીંજર (રૂ.800 નંગ), એનથોરિયમ (રૂ.150 નંગ), ક્યુલીપસ (રૂ.400 નંગ), લીલિયમ (રૂ.300 નંગ), નેમોનીયમ (રૂ.100 નંગ) વગેરે ફૂલ મંગાવ્યા છે. કિંમત પ્રમાણે અલગ અલગ સાઈઝના બુકે બનાવાઈ છે. રૂ. 200 રૂપિયાથી શરૂ કરીને લાખો રૂપિયા સુધીના બુકે બને છે. અમે ઓર્ડરથી રૂ.25, 000નો બુકે બનાવ્યો છે. જેની ઉંચાઈ 8 ફુટ છે.

7થી 8 પ્રકારના ગુલાબવાળા બુકે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.