ETV Bharat / state

Surat News : સુગર મિલોએ શેરડીના ભાવ કર્યા જાહેર, આર્થિક સધ્ધરતા વધી - સુગર મિલોએ શેરડીના ભાવ

સુરત તેમજ આસપાસના વિસ્તારમાં આવેલી સુગર મિલોએ શેરડીના ભાવ જાહેર કર્યા છે. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી જમા કરી દેવામાં આવતા સુગરની આર્થિક સધ્ધરતા વધી હતી. તેમજ આ વર્ષે સુગરોઓમાં ભાવ વધતા ખેડૂતોના પણ ભાવ વધ્યા છે.

Surat News : સુગર મિલોએ શેરડીના ભાવ કર્યા જાહેર, આર્થિક સધ્ધરતા વધી

author img

By

Published : Apr 1, 2023, 2:05 PM IST

સુરતની સુગર મિલોએ શેરડીના ભાવ જાહેર કર્યા

સુરત : દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત આવતો હોય તેમ તમામ સુગર મિલોએ શેરડીના ટન દીઠ ભાવો જાહેર કર્યા છે. જોકે ગત વર્ષ કરતા તમામ સુગરોએ 150થી 400 ભાવ વધારો થતાં ખેડૂતો ભાવ વધાર્યા છે. આ ઉપરાંત આવક વેરા વિભાગની નોટીસ બાદ દક્ષિણ ગુજરાતમાં સુગર ઉદ્યોગ માટે નાણાંકીય વર્ષ 31મી માર્ચ કરી દેવાયું હતું. કોરોના કાળ અને નાણાંકીય વર્ષ લઇને આ વખતે 31મી માર્ચ નક્કી કરાઈ હતું.

આ પણ વાંચો : જાણો કેમ ઘટી રહી છે જમીનની ફળદ્રુપતા

વરસાદના કારણે શેરડીનું ઉત્પાદન : રાજ્યની ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો, બહોળા પ્રમાણમાં સુગર મિલો કાર્યરત છે. કેટલાક વર્ષોથી સરકારના હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં આવી જતા સુગર સંચાલકોએ 3200 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી હતી. જેથી આજે તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા હતા. છેલ્લા બે વર્ષમાં કોરોના કાળને લઈ સુગરમાં બગાસ, મોલસીસ સહિતની બાય પ્રોડક્ટના ઉત્પાદનના સારા ભાવો મળતા સુગરને ફાયદો થયો હતો. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ નિકાસ સબસીડી જમા કરી દેવામાં આવતા ઉત્પાદનમાં વધારો સાથે સુગરની આર્થિક સધ્ધરતા વધી હતી. જોકે આ વખતે મોડે સુધી વરસાદી સિઝન રહેતા શેરડીના પાક ઉતારમાં ઉત્પાદન ઓછું જોવા મળ્યું છે.

આ પણ વાંચો : Summer Season: કાળઝાળ ગરમીમાં હૈયાને ઠંડક આપતા શેરડીનો રસ છે અક્સીર, આવા મસ્ત છે ફાયદા

ભાવ કર્યા જાહેર : તમામ સુગર શુક્રવારે શેરડીના ટન દીઠ પ્રથમ ભાવોની વાત કરી એ તો, સૌથી વધુ ગણદેવી સુગરે 3475 ભાવ જાહેર કર્યો હતો. તેમજ બારડોલી સુગર એ 3353, મઢી સુગર એ 3025, ચલથાણ સુગર એ 3186, કામરેજ સુગર એ 3152, સાયણ સુગર એ 3206, મહુવા સુગર એ 3125 ભાવ જાહેર કર્યા હતા. ત્યારે કામરેજ સુગર મિલના પ્રમુખ અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, દરેક સુગર મિલોએ ખેડૂતો પોષ્ણતમ ભાવ મળી રહે તેવા પ્રયાસ કર્યા છે,કામરેજ સુગર દ્વારા ખેડૂતોને સંતોષ થાય તેવા શેરડીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે,આખું વર્ષ ખેડૂતોએ જે અમને સહકાર આપ્યો છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ

સુગર મિલ
સુગર મિલ

ત્રણ વર્ષમાં જાહેર કરેલા શેરડીના ટન દીઠ ભાવો

બારડોલી સુગર મિલ : બારડોલીની વાત કરવામાં આવે તો ત્યાં સુગર મિલે 2020માં 3152 ભાવ, 2021માં 2873 ભાવ અને 2022માં 3023 ભાવ હતા.

મઢી સુગર મિલ : મઢીની વાત કરવામાં આવે તો ત્યાં સુગર મિલે 2020માં 2962 ભાવ, 2021માં 2601 ભાવ અને 2022માં 2850 ભાવ હતા.

મહુવા સુગર મિલ : મહુવાની વાત કરવામાં આવે તો ત્યાં સુગર મિલે 2020માં 2985 ભાવ, 2021માં 2611 ભાવ અને 2022માં 2885 ભાવ હતા.

ગણદેવી સુગર મિલ : ગણદેવીની વાત કરવામાં આવે તો ત્યાં સુગર મિલે 2020માં 3311 ભાવ, 2021માં 2921 ભાવ અને 2022માં 3361 ભાવ હતા.

ચલથાણ સુગર મિલ : ચલથાણની વાત કરવામાં આવે તો ત્યાં સુગર મિલે 2020માં 3056 ભાવ, 2021માં 2626 ભાવ અને 2022માં 2906 ભાવ હતા.

સાયણ સુગર મિલ : સાયણની વાત કરવામાં આવે તો ત્યાં સુગર મિલે 2020માં 3081 ભાવ, 2021માં 2636 ભાવ અને 2022માં 3031 ભાવ હતા.

કામરેજ સુગર મિલ : કામરેજની વાત કરવામાં આવે તો ત્યાં સુગર મિલે 2020માં 2776 ભાવ, 2021માં 2307 ભાવ અને 2022માં 2727 ભાવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.