ETV Bharat / state

Surat Students In Ukraine : યુક્રેનમાં સુરતના 200થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા - રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો

રશિયા યુક્રેન વચ્ચે જંગને (Russia Ukraine War) લઈને જગત આખું કાપી ઉઠ્યું છે. ત્યારે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે યુક્રેનમાં ફસાયેલા (Surat Students In Ukraine) બાળકોના વાલીઓ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓએ માંગ કરી છે કે અમારા બાળકોને સુરક્ષિત ભારત લાવવામાં આવે.

Surat Students In Ukraine : યુક્રેનમાં સુરતના 200થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

author img

By

Published : Feb 25, 2022, 10:19 AM IST

સુરત : દર વર્ષે યુક્રેનમાં મેડિકલના ભણતર માટે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જતા હોય છે. પરંતુ હાલ જે રીતે યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ (Russia Ukraine War) ગયા છે. સુરતની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કલેકટર કચેરી ખાતે 200 વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હોવાની જાણકારી મળી છે. બીજી બાજુ 15 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ કલેકટર કચેરી પહોંચી ફસાયેલા વિદ્યાર્થીઓને સહી સલામત (Surat Students In Ukraine) ભારત લાવવાની માંગ કરી છે.

આ પણ વાંચો: Gujarati trapped in Ukraine : રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં, તમામને પાછા લાવવાનો પ્રયાસ

વિદ્યાર્થીઓના વાલીઓ પહોંચ્યા કલેક્ટર કચેરી

યુક્રેનમાં સુરતના 200થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે યુક્રેનમાં ફસાયેલા 15 થી વધુ વિદ્યાર્થીઓના વાલીઓ પહોંચ્યા હતા. ચિંતાતૂર બનેલા વાલીઓની માંગ હતી કે, તેમના બાળકો સુરક્ષિત ભારત પરત આવે. આ વિદ્યાર્થી મેડિકલ ડિગ્રી મેળવવા માટે યુક્રેનની અલગ-અલગ યુનિવર્સિટીમાં અભ્યાસ મેળવી રહ્યા છે. પરંતુ હાલ જે રીતે રશિયાએ આક્રમણ કરી દીધું છે તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ (Gujarat students in Ukraine) તો ભારત આવી ગયા છે.

વાલીઓ વિડીયો કોલ દ્વારા સંપર્કમાં

ભારતમાં રહેતા આ વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સુરતના પણ અનેક વિદ્યાર્થીઓ ત્યાં ભણતર માટે ગયા છે. તેમના વાલીઓએ કલેક્ટર પાસે રજૂઆત કરી હતી કે, તેમના બાળકોને સુરક્ષિત (Russia Attacks Ukraine) સુરત લાવવા માટે સરકાર કોઇ યોગ્ય પગલા ભરે. વાલીઓ સતત વિડીયો કોલ કરી પોતાના બાળકોના સંપર્કમાં છે.

આ પણ વાંચો: Russian Sadhvi in Junagadh: રશિયન અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ હિન્દુ ધર્મથી પ્રભાવિત થયેલ રશિયન સાધ્વી કરી રહી છે ભારત ભ્રમણ

200 જેટલા વિદ્યાર્થીઓની યાદી મળી

સુરત જિલ્લા કલેક્ટર આશિષ ઓકે જણાવ્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ (Ukraine Russia War 2022) સુરક્ષિત આવી શકે આ માટે અમે વાલીઓને કીધું છે, કે તેઓ તમામ જાણકારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાર્યાલયમાં આપે. ધારાસભ્યના માધ્યમથી અમને અત્યાર સુધીમાં 200 જેટલા વિદ્યાર્થીઓની યાદી મળી છે. આ વિદ્યાર્થીઓ સુરક્ષિત આવી શકે એ માટે અમે સરકારને આ યાદી મોકલશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.