સુરત સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરત શહેરના અઠવા વિસ્તારમાંથી 3.27 લાખની પ્રતિબંધિત સિગારેટ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. એક દુકાનમાં રેઇડ કરી લાખો રૂપિયાની પ્રતિબંધિત સિગારેટ ઝડપી પાડી એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ત્રણ દિવસમાં સુરત શહેરમાંથી 20 લાખ રૂપિયાનો પ્રતિબંધિત સિગરેટ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત શહેરમાં ફરી એક વખત પ્રતિબંધિત સિગરેટનો જથ્થો ઝડપાયો છે. સુરત પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત નશાનો વેપલો કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારમાં આવેલા કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા પ્રતિબંધિત સીગરેટનું ચોરી છુપીથી વેચાણ કરવામાં આવે છે તેની જાણકારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને થઈ હતી. જેના આધારે એસઓજીની ટીમે એક દુકાનમાં રેડ પડી કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો અલકાપુરી વિસ્તારમાંથી પીસીબી દ્વારા ઇ સિગારેટનો જથ્થો કબ્જે કરી બે શખ્સોને ઝડપ્યા
મુનાવર હનીફ નુરાનીની ધરપકડ એસઓજી પોલીસે માહિતીના આધારે અઠવા પાણીની ભીત સોની ફળિયા ધર્મ કૃતિ આર્કેડમાં આવેલી '' જી-ડીલ્સ'' માં રેડ કરી આરોપી 41 વર્ષીય મુનાવર હનીફ નુરાનીની ધરપકડ કરી હતી. પોલીસે દુકાનમાંથી પ્રતિબંધિત અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવર્સની ઈ સિગારેટ, અલગ અલગ કંપનીના અલગ અલગ ફલેવરો મળી કુલ 3.27 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
એક આરોપીની ધરપકડ એસઓજીના પીઆઇ એ.પી.ચૌધરીએ જણાવ્યું હતું કે, એસઓજીની ટીમે એક દુકાનમાં દરોડા પાડી લાખો રૂપિયાની પ્રતિબંધિત સિગરેટ જડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનામાં ઝડપાયેલા આરોપી સામે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સિગરેટ આરોપી ક્યાંથી લાવ્યો હતો તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો ઇ સિગારેટ વેચતાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી, એસઓજી રેડમાં પકડાયો આટલો માલ
17.32 લાખની ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ પણ અડાજણમાં બે જગ્યાએ એસઓજી પોલીસે દરોડો પાડી 17.32 લાખની ઈ સિગારેટનો જત્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અડાજણ આઈ.પી સવાણી રોડ ખાતે આવેલી સુત્રાલી સોસાયટીના બંગલા નબર 11માં પણ ઈ સિગારેટનો જત્થો રહેલો છે જેથી પોલીસે અહી પણ દરોડો પાડી તપાસ કરી હતી. પોલીસે અહીંથી 2.31 લાખની 221 નંગ ઈ સિગારેટનો જત્થો કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી વિકાસ ઉર્ફે વિક્કી પ્રવીણભાઈ મોદીની ધરપકડ કરવામાં આવી હતી.