ETV Bharat / state

Surat News : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળતા સુરત કોંગ્રેસ કાર્યકરોમાં હરખનો હેલ્લારો - Rahul Gandhi

મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ખુશીનો માહોલ બની ગયો છે. સુરત જિલ્લા કોંગ્રેસમાં તેની ફટાકડા ફોડીને અભિવ્યક્તિ કરવામાં આવી છે.

Surat News : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળતા સુરત જિલ્લા કોંગ્રેસ કાર્યકરોમાં હરખનો હેલ્લારો

author img

By

Published : Aug 4, 2023, 9:32 PM IST

સુરત જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ઉજવણી

સુરત : કોંગ્રેસ અને રાહુલ ગાંધી બંનેને શુક્રવારનો દિવસ ફળી ગયો. મોદી સરનેમ કેસમાં સુપ્રીમકોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવા અને તેમને સંભળાવાયેલી બે વર્ષની સજા સામે રોક લગાવી દીધી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે દ્વારા સજા પર રોક લગાવી દેવામાં આવતા સુરત જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

સત્ય પરેશાન હો સકતા હૈ લેકિન પરાજિત નહીં. નાનો માણસ હોય કે મોટા માણસ સૌ માટે આ દેશમાં સંવિધાન એકસરખું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જે અમારા નેતા રાહુલ ગાંધીને રાહત આપવામાં આવી છે. જે અમે આવકારીએ છીએ.અને સુરત જિલ્લામાં ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી અને મીઠાઈ વહેચવામાં આવી હતી...મનહર પટેલ(પ્રમુખ, સુરત જિલ્લા કોંગ્રેસ સંગઠન)

ફટાકડા ફોડી મીઠાઇ વહેંચી : રાહુલ ગાંધીએ તેમના સાંસદપદ ગુમાવ્યાના 133 દિવસ પછી સુપ્રીમ કોર્ટે તે જ નિર્ણયને ઊલટાવી દીધો જેના કારણે તેમણે તેમનું સાંસદપદ ગુમાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની જેલની સજા પર રોક લગાવી દીધી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે તરફથી રાહુલ ગાંધીને મળેલી રાહતને લઈને સુરત જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. સુરત જિલ્લાના માંડવી,ઓલપાડ,પલસાણા સહિતના તાલુકામાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા તેમજ એકબીજાને મીઠાઈ વહેચી ઉજવણી કરી હતી.

ભારતીય જનતા પાર્ટીની સરકારએ બંધારણીય અધિકારને દબાવી દેવાનું કામ કર્યું હતું. એને આજે સુપ્રીમ કોર્ટે ભારત દેશની લોકશાહી બચાવવા માટે અને કોઈપણ વ્યક્તિનો અધિકાર બચાવવા માટેનો ચૂકાદો આપ્યો છે. એ નિર્ણયને અમે આવકારીએ છીએ. અને રાહુલ ગાંધી સતત આ જ રીતે ભારત દેશના લોકો માટે ભારત જોડો યાત્રા સાથે લોકોના પ્રશ્નો ઉઠાવતા રહે એવી અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી શુભકામનાઓ આપીએ છીએ...દર્શન નાયક(કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી)

અભિપ્રાય રજૂ કરવાનો કે બતાવવાનો હક : સુરત જિલ્લાના કોંગ્રેસના લડાયક નેતા અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે જણાવ્યું હતું કે ભારત દેશમાં લોકશાહી અને બંધારણ બચાવવા માટે દરેક જાગૃત નાગરિકના પ્રશ્નો કે મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય રજૂ કરવાનો કે બતાવવાનો પોતાનો હક છે. એ હકના અનુસંધાનમાં રાહુલ ગાંધીએ વારવાર લોકોની રોજગારીના પ્રશ્નો હોય બેરોજગારીના પ્રશ્નો હોય કે પછી ભ્રષ્ટાચાર,મોંઘવારીના પ્રશ્નો હોય, એ બાબતમાં જાહેરમાં કે સંસદમાં પ્રજાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા હતા.

  1. Rahul Gandhi: 'સત્ય અને ન્યાયનો વિજય થયો, જનતાના અવાજને કોઈ તાકાત કચડી શકશે નહીં'- રાહુલ ગાંધી
  2. Modi surname defamation: કોંગ્રેસમાં દિવાળી જેવો માહોલ, રાહુલનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત થશે, ચૂંટણી પણ લડશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.