સુરત : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારે સહકારી મંડળીઓનાં શેર હોલ્ડર સભાસદોનાં લાભમાં મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં સહકારી મંડળીઓ નફો કરે છે. એ શેર ફાળાના નફાનાં હિસાબે હવે 20 ટકા સુધી વાર્ષિક ડિવિડન્ડ તેના સભાસદો - શેર હોલ્ડરને વહેંચી શકશે. અગાઉ 15 ટકા ડિવિડન્ડની જોગવાઈ હતી. જોકે કોવિડ-19 ની સ્થિતિને લીધે કેટલીક મંડળીઓએ ડિવિડન્ડ જાહેર કર્યું ન હતું.
આર્થિક રીતે સદ્ધર અને નફો કરતી સહકારી મંડળીઓ તેમના શેર હોલ્ડરો-સભાસદોને મહત્તમ 20 ટકા સુધી ડિવિડન્ડ આપી શકશે. સરકારે એને લગતું નોટિફિકેશન જાહેર કર્યું છે. રાજ્ય સરકારનો આ નિર્ણય સહકારી મંડળીઓનાં પાયાનાં પથ્થર સમાન સભાસદોનાં વ્યાપક હિતને જોઈ લેવાયો છે. સુરત એપીએમસી સરકારના આ નિર્ણયને આવકારે છે....સંદીપ દેસાઈ(સુરત એપીએમસીના ચેરમેન અને ધારાસભ્ય)
નોટિફિકેશન પ્રસિદ્ધ : સરકાર દ્વારા હવે સદ્ધર તમામ પ્રકારની સહકારી મંડળીઓને મહત્તમ 20 ટકા ડિવિડન્ડ આપવાની છૂટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયની અસર સુરત અને તાપીની 7000 અને ગુજરાતની 70,000 સહકારી મંડળીઓને લાગુ પડશે. ગુજરાત સરકારના એગ્રિકલ્ચર ફાર્મર્સ વેલ્ફેર એન્ડ કો.ઓપરેશન ડિપાર્ટમેન્ટનાં ડેપ્યુટી સેક્રેટરી રાજેશ જોશીએ નોટિફિકેશન પ્રસિદ્ધ કરી જિલ્લા રજીસ્ટ્રાર અને સહકારી મંડળીઓને જાણ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, સુરત પીપલ્સ બેંક અને કૃભકોએ સભાસદોને 20 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી દીધી છે.
આ નિર્ણયથી સુમુલના સભાસદોને સીધો 5 ટકા ડિવિડન્ડ વધારાનો લાભ મળશે. મંડળીઓ નફો કાઢી શેર મૂડીની રકમ પર થયેલા નફાને ધ્યાને રાખી 20 ટકા ડિવિડન્ડ જાહેર કરી શક્શે. આ નિર્ણયથી નફો કરતી સહકારી મંડળીઓનાં લાખો શેર હોલ્ડરોને મોટો લાભ મળશે. સરકારે સભાસદોનાં વ્યાપક હીતમાં લીધેલો નિર્ણય આવકાર્ય છે...જયેશભાઈ દેલાડ (પ્રમુખ, સુમુલ ડેરી અને ઓલપાડ ચોર્યાસી ખરીદ વેચાણ સંઘ)
20 ટકા સુધી મહત્તમ ડિવિડન્ડ : સુમુલ ડેરી અને ઓલપાડ ચોર્યાસી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશભાઇ દેલાડે જણાવ્યુ હતું કે, આ નિર્ણયથી રાજ્યની 70,000 સહકારી મંડળીઓ અને સુરત તાપીની 7000 મંડળીઓના સભાસદોને લાભ મળશે.અગાઉ 15 ટકા ડિવિડન્ડ આપવાની છૂટ હતી. હવે 20 ટકા સુધી મહત્તમ ડિવિડન્ડ આપવાની સરકારે છૂટ આપી છે.
- Election of APMC : એપીએમસીની ચૂંટણી ઈવીએમથી કરવા સહિત સહકારી ક્ષેત્રમાં સુધારાઓને લઇ જગદીશ વિશ્વકર્માની મહત્ત્વની વાત
- સુમૂલ ડેરીના સંચાલકો બેફામ વહીવટ કરતા હોવાનો આક્ષેપ, રેલો આવતા તાત્કાલિક દૂધ મંડળીઓના પ્રમુખની યોજાઈ બેઠક
- Sumul Dairy: પશુપાલકો માટે સારા સમાચાર, સુમુલ ડેરી પશુપાલકોને 305 કરોડ બોનસ ચુકવશે