સુરત: નાની વયમાં હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. જે આજની ખાણી-પીણી પણ કંઇક ને કંઇક કારણભૂત છે. ફરી વાર સુરતમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. યુવક ઈંડાની લારી ઉપર જમીને નીકળતા છાતીમાં દુખાવો થતા નવી સિવિલ હોસ્પિટલમાં લાવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
જમીન ઉપર ઢળી પડ્યો: સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સુંદરનગર સોસાયટીમાં રહેતો 27 વર્ષીય સાહીલ કાલે જેઓ ફ્રી વેડિંગ શૂટિંગનું કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. ગઈકાલે રાતે પોતાના મિત્રો જોડે ઈંડાની લારી ઉપર ગયો હતો. ઘરે જતી વખતે સાહીલને અચાનક છાતીમાં દુખાવો થતા પોતાના મિત્રોને જાણ કરતા જ જમીન ઉપર ઢળી પડ્યો હતો. જેથી તેમના મિત્રોએ સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતા. ઘટનાની જાણ થતા જ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
અચાનક છાતીમાં પીડા: આ બાબતે મૃતક સાહીલના મિત્ર રાહુલે જણાવ્યુંકે, અમે ગઈકાલે સાંજે 7 વાગ્યે બાદ ભેસ્તાન પાસે જ ઈંડાની લારી ઉપર ગયા હતા. અમે ઘરે જઈ રહ્યા હતા. સાહીલને અચાનક છાતીમાં પીડા થતા તેઓ જમીન ઉપર ઢળી પડ્યો હતો. જેથી અમે સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. પરંતુ અહીં ડોક્ટરે તેમને છાતી પમ્પીંગ આપ્યું હતું. પરંતુ ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું.
ફ્રી વેડિંગ શુટિંગ: હું અને સાહીલ સાથે જ ફ્રી વેડિંગ શુટિંગનું કામ કરીએ છીએ. ગઈકાલે પણ અમે બેબી સૂટિંગનું કામ કરીને આવ્યા હતા. સાહીલના પરિવારમાં તેમના પિતા ઓટોરીક્ષા ચલાવે છે. તેમની માતા ઘરકામ કરે છે. તેમના નાના ભાઈ બહેન હાલ અભ્યાસ કરી રહ્યા છે. સાહીલના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. પરંતુ કોઈ કારણસર અલગ-અલગ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છેકે, છેલ્લા ઘણા સમયથી નવ યુવાનોનું હાર્ટ એટેકથી મોત થઇ રહ્યું છે. આ પહેલા પણ 43 વર્ષીય યુવકનું યોગાસન કરિયા બાદ અચાનક જ છાતીમાં દુખાવો થતા મોત નીપજ્યું હતું. ત્યારબાદ 27 વર્ષીય યુવક ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું.ત્યારબાદ ઓલપાડમાં 25 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતારમતા પડી જતા મોત નીપજ્યું હતું.