ETV Bharat / state

Surat News : સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની સરાહનીય કામગીરી, અજાણ વાલીઓ માટે પ્રચાર પ્રસાર - Promotion of primary education in Surat

સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની વાલીઓને જાગૃત કરવાની સરાહનીય કામગીરી સામે આવી છે. શિક્ષકો અને આચાર્ય ગલીઓમાં માઈક લઈને વાલીઓને જાગૃત કરવા મરાઠી ભાષામાં પ્રયાસ કરી રહ્યા છે. આર્થિક રીતે નબળા અને અજાણ વાલીઓને શાળાઓની સુવિધાઓને લઈને શિક્ષકો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

Surat News : સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની સરાહનીય કામગીરી, અજાણ વાલીઓ માટે પ્રચાર પ્રસાર

author img

By

Published : Jun 8, 2023, 10:15 PM IST

સુરતમાં પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોની વાલીઓને જાગૃત કરવાની સરાહનીય કામગીરી

સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો અને આચાર્યની સરાહનીય કામગીરી સામે આવી રહી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરમાં સુરત પાલિકાની શાળા ક્રમાંક 222 આવી છે. તે શાળાના આચાર્ય અને શિક્ષકોએ નાગસેન નગર દરેક ગલીઓમાં માઈક લઈને પહોંચીને વાલીઓને જાગૃત કરવા મરાઠી ભાષામાં જ માઈક પર માહિતી આપવાનું કામ કરી રહ્યાં છે.

સરાહનીય કામગીરી : સુરત સહિત રાજ્યભરમાં નવા શૈક્ષણિકસત્રની શરૂઆત થઈ ત્યારે ખાનગી શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ માટે મસમોટી ફીસ ભરે છે, ત્યારે સુરતની પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગશેન નગરમાં સુરત નગર પ્રાથમિકની મરાઠી શાળા ક્રમાંક 222ના આચાર્ય અને શિક્ષકો દ્વારા ત્યાંના દરેક ગલીઓમાં માઈક લઈ આપવામાં આવતી સુવિધાઓને લઈને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેમજ પેમ્લેટ બનાવી તેની વહેંચણી કરી રહ્યા છે. આ પેમ્પલેટમાં શાળાની વિશેષતા સહિતની માહિતી આપવામાં આવી રહી છે. વાલીઓને જાગૃત કરવા મરાઠી ભાષામાં જ માઈક પર માહિતી આપવાનું કામ કરી રહ્યાં છે.

2019થી હું અને મારા શિક્ષક મિત્રો શાળામાં પ્રવેશ કાર્ય માટે પ્રચાર પસારની શરૂઆત કરી હતી. કારણ કે, અહીં ઘણા બધા લોકો રોજગારી માટે બહાર જાય છે અને માતા-પિતાઓ તેઓએ નજીકની શાળાઓની સુવિધાઓને લઈને અજાણ છે. જેથી અમે દરરોજ સવારે સાત વાગ્યાથી અમારા વિસ્તારોમાં ફરીએ છીએ. - ચંદ્રશેખર પ્રકાશ નીકમ (આચાર્ય, સુરત નગર પ્રાથમિકની મરાઠી શાળા)ો

2019થી કામગીરી અવીરત : વધુમાં જણાવ્યું કે, આ કામગીરી 2019થી અવીરત ચાલી રહી છે. તેના પરિણામ સ્વરૂપે ઘણા બધા વાલીઓ જો આર્થિક રીતે નબળા છે. તેઓ પ્રાઇવેટ સ્કૂલોમાં ફીસ ભરતા હતા. તેનાથી તેઓ બચી શક્યા છે. સરકાર આવા વિદ્યાર્થીઓ માટે જે લાભો આપે છે. તે તમામ લાભો અમે વિદ્યાર્થી સુધી પહોંચાડીએ છીએ.

  1. Banaskantha News : બનાસકાંઠાના જોરવાડા ગામમાં પાણી ન મળતા બાળકો શાળા છોડવા બન્યા મજબૂર, વિદ્યાર્થીઓની સરકારને વિનંતી
  2. Bhavnagar Schools Admission : પહેલા ધોરણમાં સંખ્યા ઘટશે તો નવા નિયમ પર શિક્ષકોનો મદાર, ભાવનગરમાં શાળાઓ શરુ
  3. Primary Teachers Transfer : નિયમ અનુસાર શિક્ષકોના બદલી કેમ્પ શરૂ, જો કોઈ શિક્ષકની બદલી ન થાય તો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.