ETV Bharat / state

Surat News: મહુવાના ખેડૂતોએ તંત્રની ખોટી કનડગત મુદ્દે પ્રાંત અધિકારીને આપ્યું આવેદન - ખાડો ખોદવા

મહુવામાં વહીવટી તંત્ર ખેડૂતોને પોતાના ખેતરમાં જમીન સમથળ કરવા બાબતે અને માટી કાઢવા જેવી બાબતે કનડી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો વિરુદ્ધ ફરિયાદ કરવાની ઘટના પણ સામે આવી છે. તેથી મહુવાના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ આ સમસ્યાને નિવારવા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Surat Mahuva Farmers harassed by Administration Collector

મહુવાના ખેડૂતોએ તંત્રની ખોટી કનડગત અટકાવવા પ્રાંત અધિકારીને આપ્યું આવેદન

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 28, 2023, 7:05 PM IST

ખેડૂતોએ તંત્રની ખોટી કનડગત મુદ્દે પ્રાંત અધિકારીને આપ્યું આવેદન

સુરતઃ મહુવામાં ખેડૂતોને પોતાના ખેતરની જમીન સમથળ કરવા અને ખેતરની માટી કાઢવા જેવી બાબતમાં વહીવટી તંત્ર કનડી રહ્યું હોવાની રાવ ઉઠી છે. આ ખેડૂતોનો આક્ષેપ છે કે બેફામ રેતી ખનન અને ઈંટોના ભઠ્ઠાને લઈને વહીવટી તંત્ર આંખ આડા કાન કરે છે. જ્યારે લોકોને અન્ન પૂરુ પાડતા ખેડૂતો તરફ વહીવટી તંત્ર વ્હાલા દવલાની નીતિ રાખીને કનડગત કરી રહ્યું છે. આ મુદ્દે આજે મહુવાના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો એક્ઠા થયા અને બારડોલી પ્રાંત કચેરીએ જઈ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે. આ એકત્ર થયેલા લોકોમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત નેતા દર્શન નાયક, ખેડૂત વિપુલ પટેલ, એડવોકેટ પરિમલ પટેલ, પ્રકાશ મેહતા વગેરેનો સમાવેશ થાય છે.

નગણ્ય બાબતોમાં ખેડૂત પર કાર્યવાહીઃ આ પંથકના ખેડૂતો પર વહીવટી તંત્ર નાની નાની બાબતોમાં કાર્યવાહી કરીને વિપદા ઊભી કરે છે. જેમાં ખેતરને સમથળ કરવા, ઘર બનાવવા ખેતરમાંથી માટી લેવા, ખેતરના વૃક્ષો ઉખાડવા, મૃત પશુઓ દાટવા ખાડો કરવા, ખાળકુવા માટે ખાડો કરવા તેમજ ચોમાસામાં ધોવાણ અટકાવવા પાળ બનાવવા જેવી અનેક બાબતોમાં વહીવટી તંત્ર ખેડૂતો પર કાર્યવાહી કરે છે. કેટલાક કિસ્સાઓમાં ફરિયાદ પણ નોંધાવે છે.

વ્હાલા દવલા નીતિઃ મહુવામાં અનેક ઈંટોના ભઠ્ઠા આવેલા છે. તેમજ મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકા પૂર્ણા નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. આ ખનન માફિયાઓ અને ઈંટોના ભઠ્ઠાના માલિકો તરફ વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાનો લગાડે છે. જ્યારે આ વિસ્તારના આદિવાસી ખેડૂતોના સરકારની સહાયમાં પાસ થયેલા ટ્રેકટર, ટ્રેલર અને જેસીબી જેવા સાધનો પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂત આગેવાન જણાવી રહ્યા છે.

મહુવા તાલુકામાં પસાર થતી અંબિકા પૂર્ણા નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. અનેક ઈંટોનો ભઠ્ઠા આવેલા છે. આ ગેરકાયદેસર ખનન કરતા અને ઈંટોના ભઠ્ઠાના માલિકો પર આજ દિન સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. જ્યારે ખેતરને સમથળ કરવા, ઘર બનાવવા ખેતરમાંથી માટી લેવા, ખેતરના વૃક્ષો ઉખાડવા નાની નાની બાબતોમાં ખેડૂતોને કાર્યવાહીનો ડર દેખાડવામાં આવે છે. તેથી આજે અમે આ બાબતે ધ્યાન દોરવા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે. જો આ બાબતનો નિવેડો નહિ આવે તો ભવિષ્યમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ કે આમરણાંત ઉપવાસ પર પણ અમે ઉતરીશું...દર્શન નાયક (ખેડૂત આગેવાન, મહુવા)

ખેડૂત સરકારી સહાય મેળવીને જે ટ્રેક્ટર, જેસીબી ખરીદે છે તેના પર વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરીને ખેડૂતોને પરેશાન કરે છે. એક જ સર્વે નંબરની જમીનમાં માટી લઈ જવાતી હોય તેમાં પણ વહીવટી તંત્ર કેસ કરે છે. ખેડૂતો અને વાહનોના માલિકો પર દંડ કરવામાં આવે છે...વિપુલ પટેલ (ખેડૂત, મહુવા)

ખેડૂતો અમને આજે જે મુદ્દે આવેદન આપ્યું છે તેના પર ચોક્કસ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે...જિજ્ઞા પરમાર (પ્રાંત અધિકારી, બારડોલી)

  1. ખેડૂતોના આંદોલનની ભવિષ્યની રૂપરેખા આજે નક્કી થશે, સિંઘુ બોર્ડર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે
  2. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ માગણીઓને લઈ ખેડૂતોનો વિરોધ, કેનાલ પાસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.