સુરત : માર્ચ એન્ડિંગ પહેલા આવકવેરા વિભાગ એક્શન મોડમાં છે. સુરત આવકવેરા વિભાગના અધિકારીઓએ મેમણ ઉદ્યોગપતિના ત્યાં સર્ચ ઓપરેશન કામગીરી હાથ ધરી હતી. અડાજણ ગોરાટ રોડના ઉદ્યોગપતિ ઉમર જનરલના 15 ઠેકાણે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવકવેરાના અધિકારીઓ જ્યારે ઉદ્યોગપતિના આલીશાન બંગલામાં તપાસ માટે પહોંચ્યા ત્યારે 22 રૂમની તપાસ કરતા કરતાં તેઓ થાકી ગયા હતા. એટલું જ નહીં. બંગલાની બહાર 12 જેટલી ગાડીઓ લાઈનમાં ઉભી હતી જેની તપાસ પણ આવકવેરા વિભાગે શરૂ કરી છે.
રીઅલ એસ્ટેટના ડોક્યુમેન્ટ જપ્ત માર્ચ એન્ડિંગ નજીક આવતા ફરીવાર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ એક્ટિવ થઈ છે. 300 કરોડનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિના નિવાસસ્થાને પણ ટીમ ત્રાટકી છે.સુરતના રાંદેર-ગોરાટ રોડ પરના મેમણ ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં દરોડા પાડ્યા છે અને આઈટીની તપાસ ટુકડીએ કેટલાક ટેક્સટાઇલ મેન્યુફેક્ચરીંગ, એક્સપોર્ટ અને રીઅલ એસ્ટેટના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા છે. સાથે કાપડ મેન્યુફેક્ચરિંગ, એક્સપોર્ટ, કન્સ્ટ્રક્શનના હિસાબ ચકાસાયા અને મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે.
આ પણ વાંચો અમદાવાદ બાદ વડોદરામાં પણ ITનું સર્ચ ઓપરેશન
જનરલ ગ્રુપનું ટેક્સટાઇલનું ટર્નઓવર અંદાજે 300 કરોડની નજીક અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનો નજીક આવતા જ સુરત જ ઈનિકમટેક્સ વિભાગ સક્રિય થઈ ગયો છે. ઇન્કમટેક્સ અધિકારીને માહિતી મળી હતી કે 300 કરોડનું ટર્ન ઓવર ધરાવતા જનરલ ગ્રુપ દ્વારા ટેક્સટાઇલ મેન્યુફેકચરિંગની સાથે ગોરાટ રોડ પરના કેટલાંક પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવ્યુ છે. જેને પગલે ઇન્કમટેક્સની ટીમ વહેલી સવારથી જ ઉમર જનરલના ગોરાટ રોડ પરનો બંગલો, ઓફિસ, ચોકબજાર માચીસવાલા ગલીમાં આવેલા અન્ય એક સ્થળ ઉપરાંત માંડવીમાં આવેલા યુનિટમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. જનરલ ગ્રુપ ટેક્સટાઇલ સાથે સંકળાયેલું છે અને લોકલ ઉપરાંત એક્સપોર્ટનું પણ મોટું કામકાજ છે. કેટલીક બ્રાન્ડના કપડાં પણ તેઓ તૈયાર કરે છે. આખો દિવસ 15 સ્થળો પર તપાસની કામગીરી જારી રહી હતી. ટેક્સટાઇલ મેન્યુફેક્ચરીંગ યુનિટ, એક્સપોર્ટ અને રીઅલ એસ્ટેટના લગતા દસ્તાવેજો કબજે લઇને વેરીફિકેશન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.
આલિશાન બંગલામાં 22થી વધુ રૂમ મેમણ ઉદ્યોગપતિ ઉંમર જનરલને ત્યાં આવકવેરા વિભાગએ દરોડા પાડી સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી. તેના આલિશાન બંગલામાં 22થી વધુ રૂમ છે જેમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં આવકવેરા વિભાગને દોઢ દિવસ લાગ્યા હતા. એટલું જ નહીં. તેના એક્સપોર્ટના ડેટા સહિત બાર લક્ઝરીયસ કાર મુદ્દે પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. આવક વિભાગ દ્વારા અનેક ડોક્યુમેન્ટસ પણ જપ્ત કરાયા છે ત્યારે અનુમાન છે કે કરોડો રૂપિયાના વ્યવહારો અંગે આ ડોક્યુમેન્ટસથી આવકવેરાને અનેક જાનકારી મળી શકશે.
આ પણ વાંચો HC On Income Tax : US સરકારે આપેલા વળતર પર કેવી રીતે ઇન્કમટેક્સ લાગે ?: હાઈકોર્ટ
12 લક્ઝૂરિયસ ગાડીઓની પણ તપાસ શરુ ઉદ્યોગપતિ ઉંમર જનરલના બંગલા સહિત રીંગરોડ ખાતે આવેલી ઓફિસ માંડવીની ફેક્ટરી સહિત અન્ય ઓફિસોની તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ આવકવેરાના અધિકારીઓએ બેંકના લોકર પણ ચેક કર્યા હતાં. આવકવેરા વિભાગના અધિકારીઓ ત્યારે ચોકી ઉઠ્યા હતાં જ્યારે તેઓ દરોડા પાડવા ઉંમરના બંગલા પર પહોંચ્યા. કારણ કે ઉમર જનકલના બંગલામાં 22 જેટલા રૂમ તો હતા જ, પરંતુ બંગલાની બહાર 12 જેટલી વૈભવી ગાડીઓ લાઈનમાં ઉભી હતી. જે અંગેની તપાસ પણ આવકવેરા વિભાગે શરૂ કરી દીધી છે.