ન્યૂયોર્કઃ 104 વર્ષના એક વૃદ્ધાને વગર કોઈ વાંકે હાથકડી પહેરાવીને પોલીસે જેલમાં ધકેલી દીધા. કોર્ટે પણ તેમને કોઈ સજા સંભળાવી ન હતી, તો પછી એવું શું થયું કે એક વૃદ્ધ મહિલા સાથે પોલીસકર્મીઓએ આવું વર્તન કર્યું. આ ઘટના સોશિયલ મીડિયા પર છવાયેલી છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમે જે વિચારી રહ્યા છો તેવું કંઈ નથી, ચાલો જાણીએ આખરે શું છે મામલો?
એવું જણાઈ રહ્યું છે કે, અમેરિકન રાજ્ય મિશિગનના લિવિંગસ્ટન કાઉન્ટીમાં એવન નર્સિંગ હોમની 104 વર્ષીય લોરેટાએ પોલીસ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમનો જન્મદિવસ જેલમાં ઉજવવામાં આવે. જો કે, આ વૃદ્ધ મહિલાને આમ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેનો જવાબ પણ ઓછો વિચિત્ર નહોતો.
લોરેટાએ શું કર્યુ
આ અંગે 104 વર્ષીય લોરેટાએ કહ્યું હતું કે, તેણે પોતાના જીવનમાં ક્યારેય જેલ જોઈ ન હતી. આ કારણે તે તેનો અનુભવ કરવા માંગતા હતા. જોકે લિવિંગ્સ્ટન કાઉન્ટી પોલીસ તેમનો આ જવાબ સાંભળીને ચોંકી ગઈ હતી, પરંતુ પોલીસે તેમની આ ઈચ્છાને પણ પૂરી કરી. કાઉન્ટી પોલીસ વિભાગે તેમના ફેસબુક પેજ પર આ અંગેની માહિતી પોસ્ટ કરી છે અને લોરેટાની કેટલીક તસવીરો પણ શેર કરી છે. પોલીસ વિભાગે લખ્યું કે લૌરેટાનો જેલમાં સારો સમય હતો. અમે ખૂબ જ ખુશ છીએ કે અમે તેમના જન્મદિવસની ઇચ્છા પૂરી કરી શક્યા.
પોલીસે પોસ્ટ કરી શેર
આટલું જ નહીં, પોસ્ટ મુજબ, લોરેટાએ જેલ સંકુલની મુલાકાતને ખૂબ જ સારી રીતે માણી હતી. તેમણે ફિંગરપ્રિન્ટ્સ આપ્યા અને તેમનો મગશોટ પણ લેવામાં આવ્યો. એટલું જ નહીં, 104 વર્ષના લોરેટાને હાથકડી પહેરાવીને સેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. તેમની અનોખી સફર દરમિયાન તેમણે જેલની મોનિટરિંગ સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાંની પ્રક્રિયાઓને સમજી હતી.
આ પ્રસંગે જેલમાં જ કેક કટિંગ સેરેમની અને કોફી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોરેટા સહિતના જેલ સ્ટાફે મજા માણી હતી. વૃદ્ધ મહિલાના જન્મદિવસના બે દિવસ પછી એટલે કે 8મી ફેબ્રુઆરીએ જેલની અનોખી મુલાકાત લીધી હતી.