વર્ષ 1972થી શહેરના મહિધરપુરા દાળિયા શેરીમાં ખાતે બીરાજતા સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જ્યારે સુરતના રોડ ઉપર નીકળી તો ભક્તો એક નજરે જોતાં જ રહી ગયા. દાડીયા શેરીના ગણેશજીને લઈ શહેરના ભકતોમાં અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે.
શ્રીજીની પ્રતિમાની સ્થાપના માટે લાખોના ખર્ચે વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. વિદેશમાં રહેતા ભક્ત દ્વારા લાલ રંગનો હીરો ભગવાનને અર્પિત કરવામાં આવ્યો હતો ,જે હીરો શ્રીજીની પ્રતિમાના મધ્યમાં આવેલ મુગટમાં મુકવામાં આવ્યો છે. ગણેશજી ની પ્રતિમાં ઉપર 1 લાખ હીરા જડવામાં આવ્યા છે. જેથી શ્રદ્ધાળુઓમાં આ મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે.
સુરતથી સ્વેતા સિંહનો વિશેષ અહેવાલ...