સુરતઃ મૂળ ભાવનગરના મહુવાના બાંભણીયા ગામનો વતની અને સુરતમાં માતાપિતા અને ભાઈ ભાભી સાથે દેલાડવા ગામ દીપદર્શન સ્કૂલની પાછળ વૃંદાવન રેસિડન્સી પ્લોટનં.10 માં રહેતો 30 વર્ષીય ગુણવંત ઉર્ફે ગણપત મગનભાઈ લાડુમોર કપીશ ક્રિએશનના નામે બિલ્ડીંગ બ્યુટીફીકેશનનું કામ કરે છે. ચાર વર્ષ અગાઉ તે સોશ્યલ મીડિયા મારફતે તેના સમાજની નીધી રમેશભાઈ છોટાળાના સંપર્કમાં આવ્યો હતો.
ઝઘડાનું પરિણામઃ બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ થતા તેમણે 19 મે 2019 ના રોજ વડીલોની મંજુરીથી લગ્ન કર્યા હતા.જોકે, થોડો સમય સારી રીતે રહ્યા બાદ નીધીએ પરિવારજનો સાથે ઝઘડો કરી ગેરવર્તન કરવા માંડયું હતું.
પોલીસે અટકાવીઃ નીધી સ્યુસાઇડ કરી પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી હતી. ગત દિવાળીના સમયે તે રેલવે ફાટક તરફ સ્યુસાઇડ કરવા નીકળતા પોલીસે તેને અટકાવી ગુણવંતને જાણ કરી હતી. ગુણવંતે તેના સાસુ સસરાને જાણ કરતા તેમને થોડા દિવસ અગાઉ ઘરે લઈને ગયા હતા. પણ ત્યાર બાદ પરત ફરેલી નીધીએ ફરી ધમકી આપી છૂટાછેડા લઈ યુ.કે. જવું છે કહી ખર્ચ માંગતા ગુણવંત તેને યુ.કે. જવાનો ખર્ચ રૂ.30 લાખ આપવા પણ તૈયાર થયો હતો.જોકે, નીધી એ રૂપિયા 50 લાખની માંગણી કરતી હતી.
ફ્લેટની માંગણી કરીઃ ડીંડોલી પોલીસ મથકમાં ગુણવંતે ફરિયાદ નોંધાવી છે કે, નીધીના માતપિતાએ ગુણવંતના ઘરે આવી ગાળાગાળી કરી ઝપાઝપી કરતા હતા.સસરા રમેશભાઈએ ગુણવંતને ફોન કરી છૂટાછેડા માટે રૂ.50 લાખ અને વેસુમાં 2 બીએચકે ફ્લેટની માંગણી કરતા ગુણવંતે ના પાડી હતી. આથી સસરાએ ધમકી આપી હતી કે, તમે તમારા પરિવારને બચાવી શકો તો બચાવી લો હું આવું છું.
ઘરામાં આગ લાગીઃ ગુણવંત ઘરે ગયો હતો અને પરિવારને ભાઈની હોસ્પિટલ ગયો હતો ત્યારે તેના સસરાએ તેના ઘરમાં આગ લગાવી દીધી હતી જ્યારે ગુણવંત ઘરે પહોંચ્યો ત્યારે તેને જોયું કે ઘરમાં આગ લાગી છે અને ધુમાડા નીકળી રહ્યા છે. જેથી તેને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી આ સાથે તેને પોલીસને પણ બોલાવી લીધો હતો. બંને સ્થળ પર પહોંચ્યા હતા.પોલીસે ત્યાં હાજર રમેશભાઈને ઝડપી લીધા હતા.
તપાસ કરવામાં આવશેઃ આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ જે ફરિયાદ નોંધાવી છે તે આધારે હાલ અમે તપાસ કરી રહ્યા છે. આરોપ છે કે ફરિયાદીની પત્નીએ લગ્ન બાદ પતિ પરિવાર સાથે ગેરવર્તન કરી સ્યુસાઇડ કરી ફસાવી દેવાની ધમકી આપતી હતી. છૂટા છેડા ની વાત ચાલી રહી હતી અને છુટાછેડા માટે કેટલી રકમ આપવાની છે તે અંગે વિવાદ ચાલી રહ્યો હતો આ વચ્ચે ફરિયાદીના સસરાએ ઘરની બહાર આગ લગાવી દીધી હતી જેના કારણે બાઈક,કોમ્પ્રેશર, ફર્નિચર બળી ગયા હતા.બનાવ અંગે ગુણવંતે પતી, સસરા અને સાસુ હંસાબેન વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ મહીલા પીએસઆઈ દ્રારા કરવામાં આવી રહી છે.