ETV Bharat / state

Surat News: ટ્રેક ન કરી શકે એવી એપ્લિકેશન રાખનારા બાંગ્લાદેશીને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો - બાંગ્લાદેશીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

બોગસ પાનકાર્ડ આધારકાર્ડ તેમજ ઇલેક્શન કાર્ડ બનાવીને રહેતા બાંગ્લાદેશી યુવકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જ્યારે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેને જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશના દુમદિયા જેશોરનો વતની છે.

surat-crime-branch-nabbed-a-bangladeshi-man-who-kept-an-application-in-his-mobile-that-no-one-could-track

author img

By

Published : Jul 13, 2023, 12:08 PM IST

બાંગ્લાદેશીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સુરત: જેહાદી સાહિત્ય સાથે ક્રાઈમ બ્રાન્ચે એક બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. આ બાંગ્લાદેશી યુવાને બોગસ પાનકાર્ડ આધારકાર્ડ તેમજ ઇલેક્શન કાર્ડ બનાવી લીધા હતા. તેની પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. તેની પાસેથી જે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં એક ખાસ એપ્લિકેશન છે. જેના થકી તેને સરળતાથી પોલીસ ક્યારે પણ ટ્રેક કરી ન શકે એટલું જ નહીં તેના મોબાઇલમાંથી અને એક જેહાદી સાહિત્ય પણ મળી આવ્યા છે. વર્ષ 2018 માં આ યુવક ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે.

બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા: ક્રાઈમ બ્રાન્ચે શહેરના ઉધના વિસ્તારમાં રહેતા એક બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. 24 વર્ષીય મોહમ્મદ રૂબેલ ઇસ્લામની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. તેને મોહમ્મદ કાસીમ અન્સારીના નામથી એક પાનકાર્ડ પણ બનાવ્યું હતું અને આ સાથે તેની પાસેથી આધાર કાર્ડ પર પોલીસે કબજે કર્યો છે. આરોપી પાસેથી બાંગ્લાદેશના અનેક દસ્તાવેજ પણ મળી આવ્યા છે. જે માટેના શાળા અને કોલેજના સર્ટિફિકેટ સામેલ છે એટલું જ નહીં તેની પાસેથી ક્રાઈમ બ્રાન્ચ છે. એક એટીએમ કાર્ડ પણ જપ્ત કર્યા છે.

પુટખાલી બોર્ડર પારને ઘુષણખોરી: ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જ્યારે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેને જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશના દુમદિયા જેશોરનો વતની છે. વર્ષ 2018 માટે ભારત બાંગ્લાદેશ પુટખાલી બોર્ડર પાર કરીને રાત્રિના સમયે પ્રવેશ કર્યો હતો. બોર્ડરની નદી પાર કરીને તે પહેલા મેહરપુર રહેતો હતો અને ત્યારબાદ તે મુંબઈ અને ત્યાર પછી હૈદરાબાદ લાગ્યો હતો. એટલું જ નહીં તે કર્ણાટકના ગુલબર્ગ વિસ્તારમાં મીટની કંપનીમાં નોકરી પણ કરતો હતો. મુંબઈના પનવેલ વિસ્તાર ખાતે આવેલી એક કંપનીમાં સુરક્ષા કરમી તરીકે તેને દોઢ વર્ષ નોકરી પણ કરી હતી અને વર્ષ 2021 માટે સુરત આવીને કાપડના કારખાનામાં કાપડ પ્રેસ કરવાનું પણ કામ કરતો.

સુરક્ષાકર્મી તરીકે કરતો હતો નોકરી: આરોપીએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું હતું કે, જ્યારે તે મુંબઈની એક કંપનીમાં સુરક્ષાકર્મી તરીકે નોકરી કરી રહ્યો હતો, ત્યારે તેને ત્યાં આવેલા એક મની એક્સચેન્જના સરિકુલ ઇસ્લામએ તેનોસંપર્ક ત્યાંના એક સ્થાનિક એજન્ટને કરાવ્યો હતો. એજન્ટ ખલીલ એહમદે તેનો બોગસ પાનકાર્ડ અને આધારકાર્ડ બનાવી આપ્યા હતા.

આર્થિક વ્યવહાર કર્યા: આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચની ડીસીપી રુપલ સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપી હુસેન ટેકનિકલ જાણકાર છે કારણ કે તેની પાસે જે મોબાઇલ જપ્ત કરવામાં આવ્યું હતું. તેમાં એક એપ્લિકેશન છે જેના થકી તેને સરળતાથી ટ્રેક પોલીસ કરી શકે એમ નથી એટલું જ નહીં તેના મોબાઇલમાં અનેક જેહાદી સાહિત્ય પણ મળી આવ્યા છે. ભારતમાં ક્યાં ક્યાં રોકાયો હતો અને કેટલા લોકોના સંપર્કમાં હતો તે અંગે અમે તપાસ કરી રહ્યા છે. આ સાથે બાંગ્લાદેશમાં પણ તેને આર્થિક વ્યવહાર કર્યા છે. આર્થિક વ્યવહાર કોની સાથે કર્યા છે તે અંગેની પણ અમે તપાસ કરી રહ્યા છે.

તપાસના ધમધમાટ: સાથે તેઓએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી છ જેટલા બોગસ ડોક્યુમેન્ટસ મળી આવ્યા છે એટલું જ નહીં તેના સ્કૂલ અને કોલેજના ડોક્યુમેન્ટ્સ પણ સામેલ છે. તેનું મૂળ નામ મોહમ્મદ ઇસ્લામ છે અને તે મોહમ્મદ કાસીમ તરીકે રહેતો હતો. શહેરના કાપડના કારખાના માટે કાપડ પ્રેસ કરવાનું કામ કરતો હતો. તેની પાસેથી મળી આવેલા સાહિત્ય અંગે પણ અમે પૂછતા જ કરી રહ્યા છે તે ભારતમાં જ્યારે રોકાયો તે અન્ય કયા લોકોના સંપર્કમાં હતો તે અંગેની પણ તપાસ ચાલી રહી છે.

  1. Kutch Crime News : ડ્રગ્સ લઈને જતી કારને રોકવા પોલીસને ફાયરિંગ કરવાની પડી ફરજ, પંજાબના પાંચેય આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા
  2. Vadodara Crime : બે પુત્રીની હત્યા કરનાર ક્રૂર માતા સામેના મામલાની તપાસમાં શું થયો નવો ઘટસ્ફોટ જાણો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.