ETV Bharat / state

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પર ફાયરિંગ કરનારા 2 ઈસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ પર ફાયરિંગ કરનારા કુખ્યાત ગેંગના તેમજ સુરતમાં હથિયાર બતાવી લૂંટ કરનારા 2 ઈસમોને દેશી બનાવટની 2 પિસ્ટલ તથા 3 જીવતા કાર્ટીઝ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પર ફાયરિંગ કરનારા 2 ઈસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પર ફાયરિંગ કરનારા 2 ઈસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા
author img

By

Published : Dec 4, 2020, 1:50 PM IST

  • અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ પર ફાયરિંગ કરનારા ઇસમ ઝડપાયા
  • 2 પિસ્તોલ તથા 3 જીવતા કાર્ટીઝ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે 2ને ઝડપ્યા
  • પોલીસે ઇસમોની કરી કડક પૂછપરછ

સુરતઃ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે પર ફાયરિંગ કરનારા કુખ્યાત ગેંગના તેમજ સુરતમાં હથિયાર બતાવી લૂંટ કરનારા 2 ઈસમોને દેશી બનાવટની 2 પિસ્તોલ તથા 3 જીવતા કાર્ટીઝ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.પોલીસે ઇસમોની કડક પૂછપરછ કરતા તેઓએ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ પર ફાયરીંગ કર્યુ હતુ તેમ જ સુરતમાં હથિયાર બતાવી મહિધરપુરા વિસ્તારમાં લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. આ ઇસમો રાજસ્થાનમાં પણ અપરાધને અંજામ આપી ચૂક્યા હતા.

2 પિસ્તોલ તથા 3 જીવતા કાર્ટીઝ સાથે 2 ઇસમ ઝડપાયા

DCB પોલીસનો સ્ટાફ સુરતમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમએ બાતમી મળી હતી કે, 2 ઈસમો પિસ્તોલ સાથે સુરત શહેરમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપી ગોવર્ધન ઉર્ફે પીન્ટુસિંહ લલિત રાજપૂત અને વનેસીહ દુર્જનસિહ રાજપૂત નામના 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને ઇસમો પાસેથી 2 પિસ્તોલ તથા 3 જીવતા કાર્ટીઝ મળી કુલ 30 હજારની મત્તા કબજે કરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પર ફાયરિંગ કરનારા 2 ઈસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા
રાજસ્થાનમાં પિસ્તોલ વેંચવા માંગતા હતા.

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આરોપી ગોવર્ધન ઉર્ફે પીન્ટુસિહ પોતાના ગેંગના સાગરિત અમરસિહ ઉર્ફ્ર અમ્મુ રાજપૂત તથા બીજા ઈસમો સામે મળી સુરતના મહિધરપુરા સુમુલ ડેરી રોડ ખાતેના બંગલામાં ઘરફોડ ચોરીનો ગુનો કરેલો છે. તેમજ રાજસ્થાન ખાતે આવેલા પીણવાડામાં પોતાના સાગરીત દેવીસિંહ નામના ઇસમ સાથે મળી પિસ્તોલ વેચાણ કરવા જતા સાગરિત ઝડપાયો હતો અને તે ફરાર થઇ ગયો હતો.

હીરાની ઓફિસમાં કરી હતી લૂંટ

જ્યારે અન્ય આરોપી વનેસિંહ રાજપૂતની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેણે લૂટ કરવાના ઈરાદે સુરતમાં આવ્યો હતો અને મહિધરપુરા ખાતે આવેલી હીરાની ઓફિસમાં લૂંટ કરી હતી. આરોપી ગોવર્ધન ઉર્ફે પીન્ટુ પીણવાડા અને DCB પોલીસ મથકમાં આમસ એક્ટ હેઠળ સંડોવાયેલો હતો. તેમજ મહિધરપુરામાં ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો.જ્યારે આરોપી વનેસિંહ મહિધરપુરા, ડીસીબી પોલીસ મથકમાં આમસ એક્ટ હેઠળ સંડોવાયેલો હતો.

અન્ય રાજ્યોમાં કુલ 18 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા

ઝડપાએલા ઇસમો સુરત તેમજ અન્ય રાજ્યોમાં કુલ 18 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેઓએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પર ફાયરિંગ પણ કર્યું હોવાની કબુલાત કરી હતી. હાલ DCB પોલીસે તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.