ETV Bharat / state

Surat Dog Bite: સુરતમાં રખડતા શ્વાને બચકાં ભરતા 5 વર્ષીય બાળકનું મોત

સુરતમાં રખડતા શ્વાને 5 વર્ષીય બાળકને બચકાં ભરતાં તેનું મોત થયું હતું. જોકે, ઈજાગ્રસ્ત બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હતું.

Surat Dog Bite: સુરતમાં રખડતા શ્વાને બચકાં ભરતા 5 વર્ષીય બાળકનું મોત
Surat Dog Bite: સુરતમાં રખડતા શ્વાને બચકાં ભરતા 5 વર્ષીય બાળકનું મોત
author img

By

Published : Mar 22, 2023, 9:28 PM IST

સુરતઃ રાજ્યમાં અવારનવાર કોઈકને કોઈક જગ્યાએ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળતો હોય છે. ત્યારે હવે સુરતમાં રખડતા શ્વાને એક માસુમ બાળકીનો ભોગ લઈ લીધો હતો. શ્વાને 5 વર્ષીય બાળકીને બચકાં ભરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ ફરજ પરના ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચોઃ Dog Bite Cases: રાજકોટમાં શ્વાન કરડવાના કેસ વધતા તંત્ર એલર્ટ, એન્ટી રેબીઝ ક્લિનિકની શરૂઆત

સિવિલમાં રોજના 150થી વધુ કેસઃ શહેરમાં અવારનવાર ડોગ બાઈટના કેસ સાંભળવા મળે છે. અહીંની નવી સિવિલ હોસ્પિટલમાં પણ રોજ 150થી વધુ ડોકબાઈટના કેસ આવી રહ્યા છે. અગાઉ પણ એક બાળકી ડોગ બાઈટના કેસમાં મૃત્યુ પામી છે અને ફરી વખત ભેસ્તાન વિસ્તારમાં આવી જ ઘટના બની છે, જેમાં 5 વર્ષના બાળકનું રખડતા શ્વાનના બચકાં ભરતાં મોત થયું હતું. ભેસ્તાન ખાતે રોડ કન્સ્ટ્રક્શન કામમાં મજૂરી કામ કરતા પારગી રસુલભાઈ, પત્ની અને 2 બાળકી અને 5 વર્ષીય સાહિલ સાથે રહી સુરત રોજગાર માટે આવ્યા હતા. તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે. મજૂરી કરી તેઓ પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા છે.

મૃતકને લઈ જવાયો હતો સિવિલ હોસ્પિટલઃ મૃતકના પિતા ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે આવેલી સરકારી શાળા પાસે રોડના કામ કરી રહ્યા હતા. તે વખતે તેમના 5 વર્ષના બાળક સાહિલ નજીક જ રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ 5થી 6 જેટલા શ્વાન તેની પર તૂટી પડ્યા હતા અને તેને અનેક જગ્યાએ બચકાં ભરી લીધા હતા. આના કારણે સાહિલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. સ્થાનિકોએ સાહિલને જોઈ દોડી આવ્યા હતા. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલના ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચોઃ Navsari Accident: નવસારીમાં મંદિરની સફાઈ કરતા મજૂર પહોંચ્યો ભગવાન પાસે, વીજતાર અડતા મૃત્યું

અચાનક શ્વાન આવી ગયા હતાઃ મૃતક બાળકના પિતા પારગી રસુકભાઈએ જણાવ્યું હતું કે, અમે પોતાનું કામ કરી જમવા બેઠા હતા અને સાહિલ રમી રહ્યો હતો. તે દરમિયાન અચાનક ત્યાં 4થી 5 શ્વાન આવીને તેની ઉપર તૂટી પડ્યા હતા. આખા શરીરમાં મારા પુત્રને બચકા ભર્યા હતા. મારા પુત્રે બૂમાબૂમ કરતા અમે ત્યાં દોડી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.